સિહોરમાં છાશવારે લડતા આખલાઓ કોઈનો જીવ લેશે પછી સતાના સિંહાસન ઉપર આરૂઢ થયેલ સત્તાધીશો કામગીરી કરશે ?ભાવનગર હાઇવે રોડ ખોડિયાર માતાજીના મંદિરની પાસે અને શિહોર પોલીસ સ્ટેશનની બરોબર સામે બે આખલાઓ એવા તો રમતે ચડ્યા કે થોડીવાર માટે હાઇવે બંધ થઈ જવા પામેલ અને અફડા તફડીનો માહોલ સર્જવા પામેલ. આ આખલાઓ એક ઇક્કો વેન, તથા એક ટોરસ વાહન સાથે પણ અથડાયા હતા.
આમ રખડતા ઢોર માટે જવાબદારો દ્વારા કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવતા નથી. આવા આખલાઓ ગમેત્યારે રમતે ચડે અને ગમેતેને અડફેટમાં લે કાઈ નક્કી નહીં. શિહોરની મેઈન બજાર, જૂની,નવી શાકમાર્કેટ, સ્ટેશન રોડ, ટાણા ચોકડી, દાદાની વાવ, ઝાંસીની રાણીની પ્રતિમા , ત્રિકોણ બાગ,એસટી સ્ટેન્ડ, એસબીઆઇ બેંકની બાજુમાં, તાલુકા પંચાયત પાસે વગેરે વિસ્તારની આસપાસ આ આખલાઓનો ખુબજ ત્રાસ છે પરંતુ નિર્ભર તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી.
રસ્તે જતા રાહદારીઓ, મુસાફરો, બજારમાં આવતા જતા લોકો વગેરે આ આખલાઓથી કંટાળી ગયા છે શું ? સત્તાધીશો રાહ જોઈ રહ્યા છે કે કોઈ ભયંકર એક્સિડન્ટ થાય કે કોઈનો જીવ જાય ત્યારે આ રખડતા રેઢા ઢોરની વિરુદ્ધમાં કાઈ કાર્યવાહી કરશે ?