સિહોર ની એક નવનિર્મિત સ્કુલ દ્વારા વગર મંજૂરીએ એડમિશન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જ્ઞાનગંગા વિદ્યા સંકુલ કે જે મનહર બાપા ટ્રસ્ટ સંચાલિત છે તેઓએ છેલ્લા છ માસથી એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે આ પ્રક્રિયામાં અધતન બિલ્ડીંગ પણ ઉભું કરવામાં આવેલ છે પરંતુ આજ સુધી કોઇ પણ જાતની આ સ્કૂલને મંજૂરી મળેલ નથી તેવું એનએસયુઆઇ દ્વારા તપાસ કરતા ખુલવા પામ્યું હતું
આ અંગે અગાઉ પણ અરજી થતા શિક્ષણ વિભાગ માંથી ચેકિંગ કરવા માટે એક ટુકડી આવી હતી પરંતુ ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેમ પરત ફરી હતી ત્યારે આ અંગે વિદ્યાર્થીઓ નું સંગઠન એનએસયુઆઇ દ્વારા ભાવનગર તથા સિહોર મીડિયા અને પ્રતિનિધિઓ સાથે સ્થળ તપાસ કરતા માલૂમ પડેલ કે જ્ઞાનગંગા વિદ્યા સંકુલ દ્વારા ફી ઉઘરાણા કરી એન્ટ્રસ ટેસ્ટ તથા સ્કોલરશીપ ટેસ્ટ લઈ ગેરરીતિ આચરે છે મોટા બેનરો હોર્ડિંગ્સ વગેરે લગાવી જાહેરાતો કરી પ્રવેશ સાથે ફી પણ ઉઘરાવવાનું જણાવ્યું હતું કે નિયમ વિરુદ્ધ આ રીતનું ઉઘરાણું કરવું તે ખરેખર ગેરવ્યાજબી હોય આ અંગે રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે એનએસયુઆઇના પવન મજેઠીયા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ પત્ર લખી જાણ કરવામાં આવી છે આવી ઘટના બનતા જ વાલી વર્ગ ચિંતામાં મુકાયો છે .