ભાવનગર શહેરનાં વિજયરાજનગરમાં રહેતા અને ચિત્રા વિસ્તારમાં ડ્રીલ મશીનનાં વેપારી એવા કૃણાલભાઇ નારીગરાનાં પુત્ર અને પુત્રીઓ ટીવી સીરીયલો અને ટીવી એડવર્ટાઇઝમાં ચમકીને ભાવનગરનું નામ રોશન કર્યું છે. છેલ્લા બે વર્ષથી મુંબઇ ખાતે સ્થાયી થયેલા કૃણાલભાઇનાં ૯ વર્ષનાં પુત્ર જ્વેલ અને છે વર્ષની પુત્રી જીયા મુંબઇની રેયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરે છે. અને અભિનય કરવાનો શોખ ધરાવતા હોવા ઉપરાંત બ્રીલીયન્ટ હોય કૃણાલભાઇ દ્વારા બંને બાળકોનું ફોટો શુટ કરાવવા સાથે કો-ઓર્ડીનેટરનો સંપર્ક સાધી વિવિધ એજન્સીઓને મોકલતા બાળકોને વિવિધ જાણીતી બ્રાંડમાં ચમકવાનો મોકો મળેલ. ૯ વર્ષનાં જ્વેલને તથા જિયા બંનેને રૂપા લેગીંગ્સની ટીવી એડમાં અનુષ્કા શર્મા સાથે કામ કરવાનો મોકો મળ્યો. આ ઉપરાંત બર્જર પેઇન્ટસ, પેન્ટાલૂન, એચએસબીસી બેંક, એનલીમીટેડ બ્રાંડની એડમાં ચમક્યા ઉપરાંત નિક ચેનલનાં પ્રોમો તથા ઝી ટીવી પર આવતા સારેગામા-૩ ચેનલનાં પ્રોમો તેમજ એન્ડ ટીવી ઉપર આવતી ઇશ્ક શુભાનઅલ્લાહ સીરીયલ અને ઝી ટીવી ઉપર આવતી ફીયર ફાઇલ સીરીયલમાં કામ કરેલ. આ ઉપરાંત ૬ વર્ષની પુત્રી જીયાએ પેન્ટાલૂન, બર્જર પેઇન્ટ, લીજન્ડ લાઇટ એડ્, ફોર્ચ્યુન ઓઇલ, રૂપા લેગીંગ્સ, સીજલી લાઇફ એડ દુબઇ, ડીવીએસ બેંક, ઝી ટીવી પર પ્રસારીત થતી સીરીયલ કુમ કુમ ભાગ્ય વિધાતા, એન્ડ ટીવી પર પ્રસારીત થતી લાલ ઇશ્ક સીરીયલ સહિત અનેક જાણીતી કંપનીઓની એડવર્ટાઇઝમાં ચમકીને ભાવનગરનું નામ રોશન કર્યું છે. લોકસંસારને એક મુલાકાતમાં કૃણાલબાઇ નારીગરાએ જણાવેલ કે તેમનાં બંને બાળકોને તેમના પત્નિ વૈશાલીબેને ખુબ સપોર્ટ કરે છે. સ્કુલ તરફથી પણ બંને બાળકોને સારો સપોર્ટ મળે છે. વધુમાં તેમણે જણાવેલ કે રેયોન ઇન્ટરનેશનલ સ્કુલમાંથી અનેક સ્ટુડન્ટ ટીવી એડ, સીરીયલોમાં તેમજ ફિલ્મોમાં આવે છે અને આવા બાળકોને શાળા તરફથી સન્માનીત પણ કરવામાં આવે છે.