સમગ્ર રાજયમાં રાજ્ય પરિક્ષા બોર્ડ (એસઈબી) દ્વારા દર વર્ષે ધો-૮ મા ભણતા બાળકો ની નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ (એનએમએમએસ)ની પરિક્ષાએ લેવામાં આવે છે.જે પરીક્ષા પાસ કરીને મેરીટમા આવનાર બાળકને કેન્દ્ર સરકારના એમએચઆરડી વિભાગ દ્વારા દર મહિને ૫૦૦/ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે…જે રકમ બાળક ધો ૧૨ પાસ સરકારી શાળામાં કરે ત્યાં સુધી દર મહિને આપવામાં આવે છે. આ પરીક્ષામાં ધો ૬ થી ૮ નો અભ્યાસક્રમ ઉપરાંત સામાન્ય જ્ઞાન ના પ્રશ્નો પૂછવામાં આવે છે.જે અંતર્ગત આ વર્ષે યોજાયેલ એનએમએમએસની પરિક્ષામાં પાલીતાણા તાલુકાની મોટી પાણિયાળી કલસ્ટરની પેટા શાળા અનિડા (ડેમ) પ્રાથમિક શાળાએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે
અનિડા(ડેમ) પ્રા.શાળાના ૨૩ બાળકો આ પરિક્ષામા પાસ થતા સમગ્ર ગામ તથા શાળા પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો. આ પરિક્ષા માટેની તૈયારી શાળાના શિક્ષકો શાળા સમય બાદ તથા રીસેસના સમય બાળકોને ખૂબ જ મહેનત કરાવતા હતા જેનું આવું ઝળહળતું પરિણામ આવતા મોટી પાણિયાળી કલસ્ટરના સી.આર.સી.કો. ઓર્ડિનેટર ચૌહાણ જયંતીભાઈ કે તથા કે.વ.શાળાના આચાર્ય બી.એ.વાળા અને સમગ્ર કલસ્ટર શિક્ષકોએ અનિડા પ્રા.શાળા ના બાળકોને તથા શિક્ષક સ્ટાફને શુભેચ્છા પાઠવેલ.