પ્રિયંકા ફિલ્મમાં નથી પરંતુ પ્રમોશનમાં તો મદદ કરી શકે છે : સલમાન ખાન

524

સલમાન ખાન હાલમાં પોતાની ફિલ્મ ’ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

જોકે, પ્રમોશન દરમિયાન સલમાનને જ્યારે પણ તક મળે ત્યારે પ્રિયંકા ચોપરા પર ટિપ્પણી કરવાનું ભૂલતો નથી. હાલમાં સલમાન ખાન લીડ એક્ટ્રેસ કેટરીના કૈફ સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો ત્યારે પ્રિયંકા ચોપરા પર ટિપ્પણી કરવાનું ચૂક્યો નહોતો. આ ફિલ્મ પહેલાં પ્રિયંકા ચોપરાએ સાઈન કરી હતી. જોકે, ગયા વર્ષે ઓગસ્ટમાં નિક જોનાસ સાથે સગાઈ કરવા માટે એક્ટ્રેસે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ કેટરીના કૈફ આવી હતી.

ઈન્ટરવ્યૂ દરમિયાન કેટરીનાએ પોતાની ફિલ્મના રોલ અંગે વાત કરી હતી. તેણે એમ કહ્યું કે જ્યારે આ પાત્ર લખાયું ત્યારે તે આ ફિલ્મમાં નહોતી. આના પર સલમાને તેને ટોકી અને કહ્યું કે ત્યારે પ્રિયંકા હતી. સલમાને વધુમાં કહ્યું હતું કે તે (પ્રિયંકા) ફિલ્મમાં નથી પરંતુ પ્રમોશનમાં તો મદદ કરી શકે છે. કારણ કે પ્રિયંકાને સ્ક્રિપ્ટ ઘણી જ પસંદ આવી હતી.

આ પહેલાં સલમાને પ્રિયંકાને આડે હાથ લેતા કહ્યું હતું, ’પ્રિયંકાએ ભારતને બદલે નિક માટે અમેરિકાને પસંદ કર્યું. તેણે આખી જિંદગી મહેનત કરી અને જ્યારે પોતાની લાઈફની સૌથી મોટી ફિલ્મ મળી તો ઓફર ઠુકરાવી દીધી અને લગ્ન કરી લીધા. સામાન્ય રીતે મહિલાઓ આવી ફિલ્મ્સ માટે પતિને છોડી દેતી હોય છે.

Previous articleમોદી સરકારની આલોચના કરતાં જ મહેશ ભટ્ટ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા
Next articleઅગાઉ કરતાં વધુ રનભૂખ્યો થયો છુંઃ અમલા