ઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારોઃ ફાસ્ટ બોલર વુડ ઈજાગ્રસ્ત

613

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેણે મેચની અધવચ્ચે સ્કેન કરાવવા માટે હોસ્પિટલ જવું પડ્યું હતું. વુડે શનિવારે અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ૩.૧ ઓવર બોલિંગ કર્યા બાદ મેદાન છોડવું પડ્યું હતું. વુડના જમણા પગમાં દુખાવો થયો હતો.

તે પગની ઘૂંટીની ઈજાથી પહેલા પણ પરેશાન રહ્યો છે. ઈંગ્લેન્ડ માટે સારા સમાચાર તે છે કે તે દોડીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ તે સ્કેન માટે હોસ્પિટલ ગયો અને મેચમાં બહાર રહ્યો હતો. ઈંગ્લેન્ડે આ મેચ ૧૨ રનથી ગુમાવી હતી.

ઈંગ્લેન્ડના કાર્યવાહક કેપ્ટન જોસ બટલરે કહ્યું, જોયે સવારે તેની સ્થિતિ કેવી રહે છે. આ તેના માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. અમે તેને સારૂ હશે તેવી આશા કરીએ છીએ.

ઈંગ્લેન્ડનો કેપ્ટન ઇયાન મોર્ગન આંગળીને ઈજાને કારણે આ મેચમાંથી બહાર હતો પરંતુ તે ગુરૂવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઉદઘાટન મેચ સુધી ફિટ થઈ જવાની સંભાવના છે.

Previous articleપ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૧૨ રને હરાવ્યું
Next articleએફઆઈઆઈ પ્રવાહ વચ્ચે હાલ શેરબજારમાં તેજી રહેવાના સંકેત