પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૧૨ રને હરાવ્યું

607

ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વિશ્વ કપ પહેલા યજમાન ઈંગ્લેન્ડને હરાવીને પોતાનો દાવો મજબૂત કર્યો છે.

ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યું કે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પરત ફરતા તે ક્યા પ્રકારે મજબૂત થઈ ગઈ છે. સ્ટીવન સ્મિથે સદી ફટકારીને પોતાનો ફોર્મનો પરિચય આપી દીધો છે. તેના પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડને ૧૨ રનથી પરાજય આપ્યો હતો. સ્ટીવ સ્મિથે આ મેચમાં ૧૦૨ બોલ પર ૧૧૬ રનની ઈનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે સાઉથમ્પટનમમાં મેચ રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. તેણે સ્મિથની સદીની મદદથી ૯ વિકેટ પર ૨૯૭ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે ૪૩ રન બનાવ્યા હતા.

ઉસ્માન ખ્વાજાએ ૩૧ અને શોન માર્શ તથા એલેક્સ કેરીએ ૩૦-૩૦ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

ઈંગ્લેન્ડની ટીમ ૨૯૮ રનના લક્ષ્યનો પીછો કરતા ૪૯.૩ ઓવરમાં ૨૮૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના તરફથી જેમ્સ વિન્સ (૬૪) અને જોસ બટલર (૫૨)એ અડધી સદી ફટકારી હતી. ક્રિસ વોક્સે ૪૦ અને જેસન રોયે ૩૨ રનનું યોગદાન આપ્યું હતું. મોઇન અલી ૨૨ અને બેન સ્ટોક્સ્‌ ૨૦ રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસન અને બેહરેનડોર્ફે બે-બે વિકેટ ઝડપી હતી.

Previous article૨૦૧૯ વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ગેલ તોડે તેવી શક્યતા
Next articleઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધારોઃ ફાસ્ટ બોલર વુડ ઈજાગ્રસ્ત