હવે ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા ઉપર નજર

468

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કોરાબોરી સેશન વેળા તમામની નજર ભારતના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીના આંકડા ઉપર કેન્દ્રિત રહેશે. શુક્રવારના દિવસે જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશના જીડીપી ગ્રોથનો આંકડો ઘટીને ૬.૬ ટકા સુધી થઇ ગયો હતો. અર્થતંત્ર બીજા ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથનો આંકડો ૭.૧ ટકા રહ્યો હતો. આવી જ રીતે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો આંકડો ૮.૨ ટકા રહ્યો હતો. શુક્રવારના દિવસે અનેક મહત્વપૂર્ણ આંકડા જારી કરવામાં આવનાર છે. એકબાજુ ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવશે. સાથે સાથે એપ્રિલ મહિના માટેના ફિસ્કલ ડેફિસિટના આંકડા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. બંને આંકડા માઇક્રો ઇકોનોમિક ડેટા મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. આનાથી દેશના આર્થિક વિકાસની ગતિને જાણવામાં મદદ મળશે. કેન્દ્રમાં નવી સરકાર મોદીના નેતૃત્વમાં જ ફરી સત્તારુઢ થવા જઈ રહી છે ત્યારે નવી સરકારની નીતિઓને લઇને પણ ચર્ચા છેડાઈ ગઈ છે. ટૂંક સમયમાં જ મોદી સરકાર તેમની બીજી અવધિમાં પ્રથમ સંપૂર્ણપણ બજેટ રજૂ કરશે. જૂન અથવા તો જુલાઈ મહિનામાં બજેટ રજૂ કરાશે. આની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. આ વખતે નાણામંત્રી તરીકેની જવાબદારી કોને મળે છે તેને લઇને પણ ભારે સસ્પેન્સની સ્થિતિ છે. કારણ કે, નાણામંત્રી અરુણ જેટલીની તબિયત સારી રહેતી નથી. આવી સ્થિતિમાં અન્ય કોઇને આ જવાબદારી સોંપવામાં આવશે.

Previous articleFPI દ્વારા મે મહિનામાં કુલ ૪૩૭૫ કરોડ પાછા ખેંચાયા
Next articleપરિવહન ક્ષેત્રમાં ૩૦ લાખ કરોડનું જંગી રોકાણ કરાશે