મધ્ય ગુજરાતની વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર એમ પાંચ બેઠક પરથી કુલ ૫૧ ઉમેદવારો ચૂંટણીના જગમાં હતા. જેમાં મુખ્ય હરીફ પક્ષોના ઉમેદવારોને બાદ કરતા બાકીના અપક્ષો સહિત ૪૦ ઉમેદવારોને એક લાખ ૮૫ હજાર કરતાં વધુ મતો મળ્યા છે.
મધ્ય ગુજરાતી પાંચ બેઠકના કુલ ૮૩ લાખ ૭૦ હજાર મતદારો છે. જેમાંથી આ વખતે ૫૭ લાખ પચાસ હજાર લોકોએ મતદાન કર્યું હતું. આ પાંચે બેઠક ભાજપના ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતી લીધી છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ, ભરૂચમાં મનસુખ વસાવા, દાહોદમાં જશવંતસિંહ ભાભોર, પંચમહાલમાં રતનસિંહ રાઠોડ અને છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવા ચૂંટણી જીતી ગયા છે. આ પાંચેય ઉમેદવારોને કુલ ૫૪ લાખ ૪૬ હજારથી વધુ મતો મળ્યા છે. બાકીના ૩૦૪૦૦૧ મતોમાંથી એક લાખ ૫૮ હજાર મત નોટાને મળ્યા છે. ભરૂચના ત્રિપાંખીયા ચૂંટણીજંગમાં બીટીપીના છોટુ વસાવા ઉપરાંત મધ્ય ગુજરાતના બીજા તમામ ૪૦ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઈ છે.