મોદીએ માતા હિરાબાના આશીર્વાદ મેળવ્યા……..

596

લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અમદાવાદમાં ખાનપુર ખાતે ભાજપ કચેરી પર લોકોનો આભાર માન્યા બાદ અને ઉપસ્થિત લોકોને સંબોધન કર્યા બાદ મોડી સાંજે મોદી ગાંધીનગર પહોંચ્યા હતા અને માતાના આશીર્વાદ લીધા હતા. મોદી પહોંચે તે પહેલા જ તેમના સ્વાગત માટે તમામ તૈયારી કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી હતી.

મોદીના આગમનને લઇને મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે પહોંચી ગયા હતા. તેમની એક ઝલક મેળવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. હિરાબા સાથે થોડાક સમય રોકાયા હતા. લોકસભા ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત પહોંચ્યા હતા.

Previous articleસુરત ગયેલા હાર્દિક પટેલ પર લોકોનો હુમલાનો પ્રયાસ થયો
Next articleમોદી-શાહનો વિજય ઉત્સવ ખુબ સાદગીપૂર્ણ મનાવાયો