લોકસભાની રસાકસી ભરી અમરેલી બેઠક પર કોઇ જીતવાની આશા જ ન હતી. કારણ સામે એક વખતના દીલીપભાઇ સંઘાણી અને રૂપાલા જેવાને ધારાસભામાં મહાત આપેલ અને હાલના પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પરેશભાઇ ધાનાણી હોય ત્યારે જિલ્લા ભાજપના મહામંત્રી રવુભાઇ ખુમાણ જે જિલ્લાના ગામડે ગામડે રાત દિવસ ફરી પોતાના કાઠી ક્ષત્રીય સમાજને રાષ્ટ્રહિત માટે માત્રને માત્ર નરેન્દ્રભાઇ મોદી જ હોય અને તેના હાથ મજબુત કરવા ઉમેદવાર નારણભાઇ કાછડીયાને જંગી જીતથી દિલ્હી મોકલવા સમાજનો દ્રઢ નિશ્ચય કરી મત ગણત્રી પ્રમાણે કાઠી ક્ષત્રીય સમાજના એક લાખ મતો નારણભાઇ કાછડીયાને આપી જંગી બહુમતીથી જીતાડવા રવુભાઇ ખુમાણ અને તેની યુવા કાઠી ક્ષત્રીય સમાજની ટીમનો આભાર વ્યક્ત કરેલ.