માર્ચ-૨૦૧૯ માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતા સિહોરના મેમણ સમાજના અમન સલીમભાઇ હુનાણી કે જે વિદ્યામંજરી સ્કુલમાં અભ્યાસ કરે છે. ને ૮૬ ટકા માર્કસ સાથે ઉત્તિર્ણ થઇ શાળામાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરીને શાળાનું તથા મેમણ સમાજનું ગૌરવ વધાર્યું છે. અમનને તેના પિતા સલીમભાઇ સહિત પરિવારજનો અને સમાજનાં આગેવાનો તેમજ શાળા પરિવારે શૈક્ષણિક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવેલ.