જીજ્ઞાસાએ એવી યોજના છે જે વિદ્યાર્થીને રોજીંદા જીવનનું વિજ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યેની રૂચી વધારવામાં મદદરૂપ થાય છે. તારીખ ર૦ જાન્યુઆરી ર૦૧૮ના રોજ ભાવનગર ખાતે આવેલી સીએસઆઈઆર-દિલ્હી અને કેન્દ્રીય વિદ્યાલયના સંગઠન દ્વારા જામનગર શહેરમાં જીજ્ઞાસા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું.
જામનગરમાં કેન્દ્રીય વિદ્યાલયના ૮૦થી વધારે વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો. સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈમાં ફરજ બજાવતા વૈજ્ઞાનિક ડો.જોઈમિત્રા અને ડો.અનિલકુમારએ કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. ડો.જોઈમિત્રાએ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જેવા વિષયો પર વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. ડો.જોઈમિત્રાએ રોમાંચક રીતે પ્રશ્નોના જવાબ આપ્યા. એમને વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આગિયા કેમ ચમકે છે. ફેસબુકનો રંગ કેમ બ્લ્યુ છે, રંગોનું આપણા જીવનમાં શું મહત્વ છે. કેમોલુમીનેસ સેન્સ શું છે, કાચિંડો રંગ કેમ બદલે છે.
અમુક પ્રયોગો પણ કરીને બતાવ્યા જે આપણા રોજિંદા જીવન વિજ્ઞાન સાથે સાંકળે છે. એમાંથી એક પ્રયોગમાં લાલ કોબીજનો ઉપયોગ કરીને પીએચ દર્શક બનાવાયું. ડો.જોઈમિત્રા પોતે એક મહિલા વૈજ્ઞાનિક હોવાથી અમુક વિદ્યાર્થીનીએ એક મહિલાની વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દી પર પ્રશ્નો પુછ્યા જેવા કે એક મહિલાને વૈજ્ઞાનિક બનાવામાં કેવા પડકારનો સામનો કરવો પડે છે. મહિલા રીતેની કારકિર્દી કેવી છે. એ સમજાવતા કહ્યું કે વિજ્ઞાન એ ખાલી જીવવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાનથી વિજ્ઞાનએ વિવિધ વિદ્યાશાખાને જોડતો વિષય છે.
એમની પ્રયોગ શાળાએ એ એમનું રસોડુ છે, જ્યાં રોજ અનેક પ્રયોગો થાય છે. સાથે એ પણ કીધુ કે વિજ્ઞાન ખાલી પ્રયોગ શાળામાં જ ના થાય. વિજ્ઞાન બધી જગ્યાએ છે. આ વિષય પર ચર્ચા કરીને વિદ્યાર્થીનીઓને પોતાની કારકિર્દી બનાવવા પ્રોત્સાહન આપ્યું. સાથે જ બીજા વૈજ્ઞાનિક ડો.અનિલકુમારએ કુદરતી પર્યાવરણના સંરક્ષણ પર વાત કરી સમજાવ્યું કે આપણે પ્રગતિ કરવી જોઈએ પણ પર્યાવરણને નુકશાન કરીને નહીં સાથે સાથે ડો. કહ્યું કે પર્યાવરણએ કોઈ વિષય નથી. પર્યાવરણ બધી જગ્યાએ જે વિદ્યાર્થી અન્ય વિષય જેવા કે ઈજનેર, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, ગણિત, કલા, સમાજશાસ્ત્ર, અર્થતંત્ર સાથે સંકળાયેલા છે. એ બધા જ પર્યાવરણની સાથે જોડાયેલા છે. જીવ વિષય પર પણ વાત કરી કે જેને આપણે અજાણતા રોજ ઉપયોગ કરીએ છીએ પણ આ પણે એ જીવને જાણતા નથી. પ્લાન્કટોનમાં મળી આવતા ફાયટો પ્લાન્કટોનમાંથી આપણા રોજીંદા જીવનમાં ઘણી બધી વસ્તુ બને છે જેમ કે ટૂથપેસ્ટ, ક્રીમ, પાવડર, જેલી, આઈસ્ક્રીમ, આ ફાયટો પ્લાન્કટોન પ્રાથમિક ઉત્પાદકતામાં ગણો મહત્વનો ભાગ ભજવે છે. જામનગરની કેન્દ્રીય વિદ્યાલય પૈકી કેન્દ્રીય વિદ્યાલય નં.૧એએફએસ, કેન્દ્રીય વિદ્યાલય આઈએનએફ લાઈસન્સ, કેન્દ્રીય વિદ્યાલય એફ-ાા, કેન્દ્રીય વિદ્યાલય આઈએનએસ, કેન્દ્રીય વિદ્યાલય એએફએસના વિદ્યાર્થીઓએ એમ નોકરી તે ભાગ લીધો. પ્રાચાર્ય રાજરાનીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. રસાયણ વિજ્ઞાનના અધ્યાપક નરેશ પાલએ જીજ્ઞાસા કાર્યક્રમમાં અહેમ ભૂમિકા ભજવી હતી.