ભાવનગર શહરેમાં બનેલ લુંટના બનાવ અનુસંઘાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓની તપાસમાં નિરમા ચોકડી ઉપર વોચમાં હતી. તે દરમ્યાન ભયપાલસિંહ ચુડાસમાને બાતમી રાહે હકિકત મળેલ કે મુંબઇ/ભાવનગર ચાલતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં ભારતીય બનાવટના દારૂની હેરફેર થાય છે. આજરોજ તે ટ્રાવેલ્સમાં મુંબઇથી ભારતીય બનાવટનો દારૂ ભરી ભાવનગર આવવાનો છે. અને તે દારૂનો જથ્થો લાવવા માટે ટ્રાવેલ્સના ડ્રાઇવર/કલીનરની દારૂનો જથ્થો માલ સામન ભેગો ડીકીમાં હોવાની શકયાતા છે. તેવી હકિકત મળેલ જે હકિકત આઘારે આજરોજ વહેલી સવારના નિરમા ચોકડી વોચમાં રહેતા તે દરમ્યાન માયા ટ્રાવેલ્સની બસ નિરમા ચોકડી ઉપર આવતા બસને રોકી ડીકીની ઝડતી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડ નેઇમની કુલ બોટલ નંગ-૧૭૩ કી.રૂ.૧,૩૪,૩૦૦/- ની મળી આવતા તેમજ મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ. ૧૧,૦૦૦/- તથા બસની કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ. ૧૬,૪૫,૩૦૦/-ના મુદામાલ સાથે ચેતનસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા ઉવ. ૩૮, કલીનર મુકેશભાઇ ઉર્ફે મુન્નો ભાયાભાઇ ચુડાસમા ઉવ.૩૦ , પરાક્રમસિંહ ગોવુભા ચુડાસમા ઉવ.૪૯ પ્રોહીબીશન એક્ટ હેઠળ ધરપકડ કરી વેળાવદર પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરાવેલ. આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના આઇ.સી.પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ, પો.સબ.ઇન્સ., એન.જી.જાડેજા, સ્ટાફના ભયપાલસિંહ ચુડાસમા રાજેન્દ્રસિંહ સરવૈયા, ઇમ્તીયાઝ પઠાણ, ચિંતનભાઇ મકવાણા, જયદિપસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, શકિતસિંહ ગોહિલ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.