સાવરકુંડલા નજીક મોટાજીંજુડા ગામ પાસે કાઠી ક્ષત્રીય સમાજના આર્મીમેન સહિત ચાર શખ્સો જે માતાજીના દર્શનેથી પરત ફરતા અગાઉના મન-દુઃખ રાખી કોળી સમાજના ૧૫ શખ્સોએ ઓચીંતો જીવલેણ હુમલો કરતા તમામને હોસ્પીટલે દાખલ કરાયા જેમાં બે ની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.
સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ મોટા જીંજુડાના વતની ખેતીકામ કરતા બાલુભાઇ ઉર્પે બાબુભાઇ ભોજભાઇ ખુમાણના પુત્ર અજીતભાઇ જે હાલ આર્મીમાં ફરજ બજાવતા હોય જે ચારેક દિવસની રજા ઉપર જીંજુડા આવેલ હોય ત્યારે અજીતભાઇ ખુમાણ સાથે રવિભાઇ વાળા રે.શેલ, ખંભાળીયા, રણજીતભાઇ લુવારા વાળા, પ્રદિપભાઇ આલકુભાઇ લાખાપાદર વાળા, આમ ચારેય મિત્રો ડુંગરા ઉપર આવેલા માતાજીના મંદિરે દર્શન કરી ફોરવીલ ગાડી સાથે પરત ફરી રહેલ ત્યારે અગાઉના મન-દુઃખ રાખી ૧૭ જેટલા શખ્સો એ ગાડી રોકાવી ઓચિંતા જીવલેણ હુમલો જેમા છુટા પથ્થર, ગુપ્તીઓ, લાકડીઓ, વડે આડેધડ માર મારતા જેમા અગાઉ અજીતભાઇ ખુમાણને ભકુ સાથે માથાકુટ થયેલનો ખાર રાખી જીવલેણ હુમલો કરેલ પણ અન્ય લોકો એ દોડી જઇ આ ચાર મિત્રોને બચાવી હોસ્પીટલ ખસેડાયેલ જેમાં આર્મીમેન અજીતભાઇ ખુમાણ સહિત બેની હાલત અતિગંભીર છે જે આ બાબતે ફરીયાદ લખાવતા જીંજુડા ગામે કોઇ બીજો અઘટીત બનાવ ન બને કાયદો વ્યવસ્થા બાબતે એસપી નિર્લિપ્તરાય તેમજ સ્થાનીક પોલીસના પાડે ધાડા ઉતારી દીધા છે.