લાઠીનાં છેવાડાનાં ગામોમાં ખનીજ માફીયાઓ બેફામ

745

અમરેલી જીલ્લા ના લાઠી તાલુકાના છેવાડાના ગામોમાં આવેલ તળાવો માંથી હાલમાં રામભરોસે મોટાં ડમ્પરો દ્વારા રાત દિવસ મસ મોટાં ખાડા ઓ પાડી ને ખોદકામ કરવામાં આવી રહું છે.

પરંતુ આ માટી ઉલેચવા માટે ખોદકામ કરી રહેલા લોકો દ્વારા માત્રને માત્ર તળાવ ની પાળ બાજુથી જ ખોદ કામ કરવામાં આવી રહું છે સાથે તળાવ ની અંદર સારી સારી માટી લેવાં માટે એટલાં બધાં ઉંડા ખાડા ઓ ને ગાબડાંપડ્યાં કે આગલા દિવસોમાં કોઈ મોટી ધટના બંને એની તંત્ર પણ રાહા જોઈ રહું હોય તેવું લાગી રહ્યું છે.જેનાં કારણે ભવિષ્યમાં જ્યારે પણ તળાવમાં પાણી ભરવામાં આવશે ત્યારે માત્ર અડધા લેવલનું તળાવ ભરાશે અને પાણી પાળ ઉપરથી  પાણી નો મારો વધવાથી પાળ તૂટી જવાનો ભય રહેલો છે. અથવા ઉંડા મસ મોટાં ખાડા ઓના હીસાબે બાળકો ડુબવા નો ભય લાગે છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખોદકામ અટકાવા માં નહીં આવે તો જયારે તળાવ ભરાશે તળાવ નું બધું જ પાણી પાળો તોડી ને બહાર વહી જશે અને બીજા તળાવો માં બાળકો ડુબવા ની ધટના બનશે તો જવાબદારીકોની..? તંત્ર દ્વારા સુચના આપવી જરુરી છે કે તળાવની અંદર દરેક જગ્યાએ સરખી સપાટીએ ખોદકામ કરવામાં આવે તો તળાવ ઉંડુ પણ ઉતરશે અને પાણી સચવાઇ રહેશે.  પરંતુ તંત્ર આ અંગે આખ આડા કાન કરેછે સાથે એગ્રીકલ્ચરમાં માટીનું પુરાણ કરવાના નિયમ હોવા છતાં કોમર્શીયલ જગ્યા ઉપર પુરાણ કરવાની કામગીરી બિન્દાસ ચાલી રહી છે.પરંતુ તંત્રઆ અંગે આખ આડા કાન કરશે તો મોટામાં મોટું નુકશાન માત્રને માત્ર પ્રજાને જ સહન કરવાનું આવશે.આ અંગે લાઠી મામલતદાર કચેરી  ખાતે જવાબદાર અધિકારી સાથે બે વખત ટેલીફોનીક વાતચીત  કરવામાં આવી હતીં. પરંતુ આ કચેરી તરફથી પણ કોઇ નોંધ લેવામાં આવી નથીં. જયારે બીજી તરફ ખાણખનીજ વિભાગને પણ આ અંગે જાણ હોવાં છતાં કોઈ પગલાં ભરવામાં આવેલ નથીં આ અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવે અને આગલા દિવસોમાં માટી નું ખોદકામ કરવા માટે પાસ પરમિટ કે ઠરાવ આપવામાં નો આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.

Previous articleઅલંગ ખાતે રેડક્રોસ હોસ્પી.માં આંખના વિભાગનો થયેલો પ્રારંભ
Next articleજિલ્લા સહકારી સંઘની સાધારણ સભા