એક્ટર્સનું ટ્રગ્સલ ક્યારેય પૂરું નથી :પ્રિયા બાપટ

753

દિનેશ ઝાલા-મુંબઈ, તા. ર૭

મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અદાકાર અભિનેત્રી પ્રિયા બાપટ હાલમાં રિલીઝ થયેલ વેબ સિરીઝ ’સીટી ઓફ ડ્રિમ’ને લઈ ચર્ચામાં છે અને પ્રિયાએ મરાઠી ઘણી ફિલ્મોમાં બહેતરીન ભૂમિકાઓ ભજવી છે જેમના માટે તેમને ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યા છે તેમની સાથે હાલમાં થયેલ વાતચીતના મુખ્ય અંશ પેશઃ-

‘સીટી ઓફ ડ્રિમ’માં તમે પૂર્ણિમા ગાયકવાડની ભૂમિકા ભજવી શુ શીખવા મળ્યું?

મને લાગે છે કે પૂર્ણિમાની અંદર બે કવોલિટી છે એક પોતાના માટે લડવું એ કવોલિટી મારામાં પણ છે પરંતુ મારી લાઈફ એવી સિચવેશન નથી આવી અને હું એક જરૂરી શીખી છું જેમાં એક ડાયલોગ્સ છે કે જ્યારે તાકાતવર હોય તો દેખાડો કે તમે તાકાતવર નથી અને આ પાત્રની અનુક વસ્તુ છે જે હું મારાની અંદર હોય તેવું ઈચ્છું છું

લોકોનું માનવું છે કે વેબ સિરીઝ પરિવાર સાથે નથી જોવાતી શુ ’સીટી ઓફ ડ્રિમ’આવો સબ્જેક્ટ છે?

મને એવું નથી લાગતું કે વેબ સિરીઝ પરિવાર સાથે બેસીને ન જોવાઈ વેબ સિરીઝ તમે મોબાઈલમાં જોવો છો અને મોબાઈલમાં પરિવાર બેસીને તો ન જોઈ શકે. જે રીતના સબ્જેક્ટ બની રહ્યા છે મને નથી લાગતું તેમાં કોઈ એવું વસ્તુ હોઈ છે જેથી પરિવાર સાથે ન જોઈ શકાય.મને મને લાગે છસ કે જે સ્ટોરી હોય છે રાઇટર લખે છે તે આપણી સમાજનો હિસ્સો હોઈ છે જે થાય છે આસપાસ જે આપણે જોઈએ છીએ.કહાની તેમાંથી જ બને છે અને જે આપણે સમાજમાં જોઈએ છે તેજ વસ્તુ દેખાડવામાં મને નથી લાગતું કે પરિવારને ન જવાય તેવો સબ્જેક્ટ હોય છે

તમને કેવા જોનરની વેબ સિરીઝ પર કામ કરવાનું પસંદ છે?

એનિથિંગ,કોઈ પણ રોલ જે મને ચેલેન્જ કરે હું છે કરી શકું છું તેવા રોલ મારે નથી કરવા હું દરેક વાર પોતાને નવી રીતના સામે લાવવાં માંગુ છું દરેક વખત નવી સ્ટોરી જે મને સેટ પર જઈને નર્વસ કરે અને જ્યારે હું સેટ પર નર્વસ થવું ત્યારે ખૂબ ખુશ થાવ છું એવું કામ કરવા માગું છું જે મને ચેલેન્જ કરે

દરેક એક્ટર્સ ફ્રી ઈચ્છે છે કે તેઓ ફ્રી ન રહે,કેવું ફિલ થાય છે જ્યારે તમને ફ્રી રહેવાનો મોકો નથી મળતો?

એકચલી એવું હોતું નથી ઘણી વખત ફ્રી રહું છું કારણ હું એવું કામ કરૂં છું જ્યારે સ્ટોરી અંદરથી સારી લાગે મેં ઘણા વર્ષો કામ કર્યું છે પરંતુ એવા પ્રોજેક્ટ કર્યા છે જેના કઈક કરવાનો મોકો મળે.એવું ક્યારેય નથી હોતું કે હું બારેય મહિના કામ કરૂં છું વચ્ચે હું ફરવા પણ જવ છું આઈ લવ ટ્રાવેલ

મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું કામ કર્યું છે?

કામ તો ઘણું કર્યું છે પરંતુ જે પણ વસ્તુ તમે દિલથી ઇચ્છો ભલે કામ વિશે હોય.કે પછી કામ પરથી ટાઈમ કાઢવાની વાત હોય.તમારી હેલ્થ વિશે હોય, પરિવાર વિશે હિય,તમે ઇચ્છો તો એ બધું મેનેજ કરી શકો છો

તમેં પોતાના ટ્રાગલ્સને યાદ કરો છો?

મને લાગે છે કે મારું ટ્રાગલ્સ હજુ ચાલુ છે અને લાઈફના એન્ડિંગ સુધી ચાલુ રહેશે.ટ્રગલ્સનું રૂપ બદલે છે પહેલા હતું જે ટ્રગ્સલ એ હવે નથી રહ્યું મને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વધારે લોકો ઓળખે છે તો મારે બોલિવૂડમાં કામ કરવા માટે તેનું ટ્રગ્સલ પણ અલગથી કરવું પડે એક્ટર્સનું ટ્રગ્સલ ક્યારેય પૂરું નથી થતું તેમનું રૂપ બદલતું રહે છે

Previous articleધોલેરા-પીપળી હાઇ-વે પર અકસ્માત : પાંચના મોત
Next articleચશ્મે બદ્દુરની સિક્વલમાં ફાતિમા સના શેખ દેખાશે