ચશ્મે બદ્દુરની સિક્વલમાં ફાતિમા સના શેખ દેખાશે

612

ચશ્મે બદ્દુર ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. હવે ટુંક સમયમાં જ આ ફિલ્મ માટે શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. એન્ટરટેઇનમેન્ટ અને હાઉસફુલ જેવી ફિલ્મને ડાયરેક્ટ કરી ચુકેલા ભાઇ ફરહાદની સાથે મળીને સાજિદ સામજી સોલો ડાયરેક્ટર તરીકે પોતાની એન્ટ્રી કરી રહ્યા છે. એમ કહેવામાં આવે છે કે ફિલ્મની પટકથા પ્રાથમિક તબક્કામાં પહોંચી ગઇ છે. પટકથાને પૂર્ણ કરી લેવામા ંઆવ્યા બાદ ટુંક સમયમાં જ શુટિંગ શરૂ કરી દેવામાં આવનાર છે. વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ ચશ્મે બદ્દુરની લાઇન પર આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જાણકારી એવી પણ મળી છે કે ડાયરેક્ટર દ્વારા પટકથાને આખરી ઓપ આપવાની કામગીરી શરૂ કરી દીધી છે. ફિલ્મના ટાઇટલ ચશ્મે બદ્દુર-૨ રાખવામાં આવ્યુ છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં સોનુ કે ટીટુની સ્વીટી  ફિલ્મમાં કામ કરી ચુકેલા સની સિહ નજરે પડનાર છે. તેની સાથે ફિલ્મમાં અભિનેત્રી તરીકે ફાતિમા સના શેખ નજરે પડનાર છે. આ ઘટનાક્રમ પર નજર રાખી રહેલા લોકોનુ કહેવુ છે કે સાજિદ ફીમેલ લીડ રોલ માટે  જેક્લીન સાથે વાત કરી રહ્યા હતા. જો કે જેક્લીન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ન હતી. ફિલ્મ માટે ફ્રેશ જોડી ચમકાવવાની યોજના પહેલાથી જ બનાવી લેવામાં આવી હતી. સનીના દેદે પ્યાર દેના ખાસ રોલની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. સની અને ફાતિમા ઉપરાંત મેકર્સ કેટલાક અન્ય નિર્માતા નિર્દેશકો સાથે પણ વાતચીત કરી રહ્યા છે. એમ માનવામાં આવે છે કે ફાતિમા આના માટે પણ માની જશે. આ કોમેડી ફિલ્મ વર્ષના અંત સુધી શુટિંગ માટે ફ્લોર પર જશે. કેટલાક અન્ય કલાકારોની પસંદગીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ફિલ્મના શુટિંગના સ્થળને લઇને પણ તપાસ ચાલી રહી છે. ટુંક સમયમાં જ તમામ નિર્ણય લઇ લેવામાં આઈવનાર છે.

Previous articleએક્ટર્સનું ટ્રગ્સલ ક્યારેય પૂરું નથી :પ્રિયા બાપટ
Next articleહોલીવુડ ઇટાલીયન અભિનેત્રી એન્ટોનલા સાલ્વુસીની  એન્ડહેરી ખાતે બૉલીવુડ સાથે બોલિવૂડ સિતારાઓ ઉમટ્યા!