મલેશિયા ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લેશે ભાવનગરની જાનવી મહેતા

1431
bvn2312018-3.jpg

જાનવી મહેતા કે જેઓ છેલ્લા ૧૦ વર્ષથી યોગ સાથે જોડાયેલ છે તેમજ યોગમાં સારી એવી સિધ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. આ યોગાસનમાં જાનવીએ ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ અને મિસ યોગીની ઓફ ઈન્ડિયાનો ખિતાબ પણ પ્રાપ્ત કરેલ છે. તેઓ ભાવનગર શહેરના ઈસ્કોન ક્લબમાં યોગ ઈન્સ્ટ્રક્ટરની ફરજ બજાવી રહ્યાં છે સાથે સાથે કે.આર. દોશી કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તો મેડલ મેળવી ભાવેણા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યુ જ છે સાથે સાથે મહેતા કુટુંબનું નામ રોશન કરેલ છે. સ્કુલ ગેમ્સ નેશનલમાં પણ જાનવીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ૩ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને છેલ્લે રમાયેલ ચીનના શેન્ઝેહેનમાં પણ સિલ્વર મેડલ મેળવી બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. આ બદલ લાઈફ મિશન એસોસીએશન દ્વારા પણ જાનવીની પણ સિધ્ધિઓ બિરદાવાઈ છે અને ગુજરાત સરકારે પણ જાનવીને જયદિપસિંહજી એવોર્ડ આપી સન્માનિત કરેલ. હવે જ્યારે મલેશિયા ખાતે ૬ ઈન્ટરનેશનલ યોગ ફેસ્ટીવલ અને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ-ર૦૧૮ આયોજીત તા.ર૬/ર૭/ર૮-જાન્યુઆરી-ર૦૧૮માં મલેશિયાના કુલાલમ્પુરમાં ર૯ જેટલા ખેલાડીઓ અને સાથે ૭ જેટલા ઓફીશીઅલ છે. આમાં જાનવીને આ લેવલે પહોંચવા આઈપીસીએલમાં પિયુષભાઈ તંબોલી અને શેઠબ્રધર્સમાં દેવેનભાઈ શેઠ તરફથી સહકાર મળ્યો છે. ભાવનગરને હરિયાળુ બનાવવા કટીબધ્ધ તેવી ગ્રીનસીટી સંસ્થામાં સક્રિય સભ્ય છે. ગ્રીનસીટી દ્વારા ભાવનગર શહેરમાં ૭૦૦૦ જેટલા વૃક્ષો ટી-ગાર્ડ સાથે નાખવામાં આવ્યા છે.

Previous articleસંસ્કાર મંડળ ખોડીયાર મંદિરે જન્મજયંતિ મહોત્સવ ઉજવાશે
Next articleસોનગઢ, જીથરી નજીક ટાયરો સળગાવાયા