પૂર્વ શ્રીલંકન કેપ્ટન મહેલા જયવર્ધનેએ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમ સાથે જોડાવવાનો ઈન્કાર કરી દીધો છે. જયવર્ધનેએ કહ્યું કે,’હવે મને સામેલ કરવાનો કોઈ અર્થ નથી, ટીમ સિલેક્ટ થઈ ગઈ છે અને બધુ થઈ ચૂક્યું છે. મારા માટે આમા કોઈ સ્થાન નથી.’ ગત વર્ષે જયવર્ધને-સંગાકારા અને ડી સિલ્વાએ સ્થાનિક ક્રિકેટમાં સુધાર લાવવા માટે બોર્ડને અમુક યોજનાઓ આપી હતી, પરંતુ બોર્ડે આ યોજનાઓ લાગુ કરવાનો ઈન્કાર કરી દીધો.
જયવર્ધનેએ કહ્યું હતું કે,’અમે આઠ મહિનાની મહેનત બાદ પ્રોફેશનલ ક્રિકેટ માટે એક સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું જે બોર્ડે રિજેક્ટ કરી દીધું. સીનિયર ખેલાડીઓની મદદ વગર આપણે સારી યુવા ટીમ નથી બનાવી શકતા.’