નારોલ વિસ્તારમાંથી પકડાયેલા યુરિયા ખાતર મામલે ચાર સામે ગુનો નોંધાયો છે. ખાતરના સેમ્પલની તપાસ બાદ નારોલ પોલીસે ગુનો નોંધ્યો છે. નિમકોટેડ યુરિયા ખાતર ખેતીવાદીના વપરાશનું હતું, જે આકાશ ફેક્ટરીમાં રખાયેલું હતું.
આ નિમકોટેડ ખાતર હેપ્પી પટેલ નામના શખ્સે મોકલ્યું હતું. ઉદ્યોગમાં વપરાતા ખાતરની જગ્યાએ આ ખાતર મોકલ્યું હતું. આ ખાતર ક્યાંથી લાવી કેવી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.નારોલ પોલીસે એક ટ્રક સાથે બે લોકોની અટકાયત કરી હતી. જેની તપાસ કરતાં ૨૦૦ થેલી યુરિયા ખાતર મળી આવ્યું હતું. અટકાયત કરાયેલા બે લોકોની પ્રથામિક તપાસમાં આકાશ ફેશન ટિ્વન્સ ફેક્ટરીનું નામ બહાર આવ્યું હતું. જે બાદ પોલીસ ફેક્ટરીમાં ગઇ હતી અને ત્યાં તપાસ કરતાં વધુ ૧૦૦ થેલી ખાતર મળી આવ્યું હતું.
આ સગગ્ર મામલે પોલીસે એગ્રીકલ્ચર વિભાગની પણ મદદ માગી હતી અને યુરિયા ખાતરને લઇને એક રિપોર્ટ માગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ખાતરનો ઉપયોગ માત્ર ખેડૂતો જ કરી શકે છે. ફેક્ટરી માલિક આ ખાતરનો ઉપયોગ કરી શકે નહીં. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.