લિફ્ટમાં માથુ ફસાઇ જતા મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું

601

રાજ્યમાં અનેક અકસ્માતો નોંધાય છે. ત્યારે હાલ વડોદરામાં લિફ્ટમાં મહિલાનું માથુ ફસાઇ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. વડોદરાના આજવા રોડ પર સરદાર એસ્ટેટમાં આ ઘટના બની હતી. આ ઘટનાને પગલે ફાયલ બ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના આજવા રોડ પર આવેલ સરદાર એસ્ટેટમાં આવેલી લિફ્ટમાં મહિલાનું માથુ ફસાઇ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. લિફ્ટની બાજુમાં મુકેલ ટિફીન લઇ જતી વખતે મહિલા સાથે આ ઘટના બની હતી. એસ્ટેટમાં રહેલા લોકોને લિફ્ટમાં બનેલી ઘટનાની જાણ થતાં તેઓએ તાબડતોડ રીતે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી.

આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગ અને પોલીસ પહોંચી હતી. લિફ્ટમાંથી ફસાયેલી મહિલાને ફાયરના જવાનોએ કાઢી હતી. પરંતુ કમનસીબે ફાયરના જવાનો ઘટના સ્થળે આવીને બચાવે તે પહેલા મહિલાનું મોત થઇ ચૂક્યું હતું.

Previous articleમિનરલ પાણીની સીલબંધ બોટલમાંથી મરેલી ગરોળી નીકળતા અરેરાટી
Next articleમાલસર સ્થિત નર્મદા નદીમાં બ્રહ્મલીન સંત શ્રી સદારામ બાપાના અસ્થિ વિસર્જન કરાયા