શહેરમાં દિવસેને દિવસે ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વધી રહ્યાં છે. આજે અમદાવાદ એસઓજીએ વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રહેતા ૪૭ જેટલા બાંગ્લાદેશીઓ ની ધરપકડ કરી છે. પૂછરપરછ દરમિયાન ઝડપાયેલા બાંગ્લાદેશી ઓ ઘણા વર્ષથી અમદાવાદમાં રહી મજૂરી કામ કરતા હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદ એસઓજીએ પાંચ અલગ અલગ ટીમો બનાવી શહેરમાં ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓની શોધખોળ શરૂ કરી હતી. એસઓજીની ટીમે ઇસનપુર, ચંડોળા તળાવ, દાણીલીમડા મ્ઇ્જી બસ સ્ટેશન પાછળ, નરોડા પાટિયા, વટવા અંબિકાબ્રિજ અને જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસેથી કુલ ૪૭ બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા.
આ બાંગ્લાદેશીઓ કડીયાકામ, મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હતા. હાલમાં તમામ લોકોને નજરકેદ કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે તેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.