પરેશ ધાનાણી સોમવારે વિરોધ પક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા એ પહેલા ધાનાણીએ વિરોધ પક્ષના નેતાની ઓફિસમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના મોટા બહેને તિલક કર્યું હતું અને મોં મીઠું કરવી પોંખ્યા હતા. આ પ્રસંગે મધુસુદન મિસ્ત્રી અને કોળી નેતા કુંવરજી બાવળીયા તેમની સાથે હતા. ઓફિસમાં ગણેશ પૂજા કરવામાં આવી હતી. શુભકાર્યના પ્રથમ દેવતા એવા ગજાનંદ ગણેશની પૂજા કરી હતી. તેઓ વિધિવત રીતે વિરોધ પક્ષના નેતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું.
ધાનાણીની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ સાથે ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં બજેટ સત્રની તૈયારી, વિધાનસભામાં કેવા પ્રકારનું વલણ રાખવું સહિતની ચર્ચા થઇ હતી. બેઠકમાં કોંગ્રેસના દંડક, ઉપદંડક તરીકે કોની નિમણૂક કરવી તેની પણ ચર્ચા થઇ હતી. કોંગ્રેસની બેઠકમાં અપક્ષ ઉમેદવારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા