ગાંધીનગરમાં ૧૯ ક્લાસ, ૮ હોસ્ટેલ, ૨ લાઈબ્રેરી, ૪ હોટલ સીલ

661

સુરતની આગ દુર્ઘટનાને પગલે પાટનગર સહિત ગાંધીનગર જિલ્લામાં મહાનગર પાલિકા, નગરપાલિકા, ગુડા, ઔડા, શિક્ષણ અને પંચાયત તંત્રની કુલ ૮૦ ટીમના ૪૪૬ અધિકારી, કર્મચારીઓ રવિવારે દોડતા રહ્યાં હતા. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યા પ્રમાણે પાટનગરમાં ૧૯ ક્લાસ, ૮ હોસ્ટેલ, ૨ લાયબ્રેરી અને ૪ હોટેલને સીલ કરવામાં આવતા સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ગત શુક્રવારે બનેલી સુરતની ઘટના બાદ સરકારે રાજ્યમાં ચાલતા તમામ ટ્યૂશન ક્લાસ તેમ જ અન્ય શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેફ્‌ટી અંગે ચકાસણી કરવા આદેશ આપ્યા બાદ શહેરમાં પણ આવી તપાસ થઈ રહી છે.

જિલ્લામાં કુલ મળીને ૪૫૬ ઇમારતનો સરવે કરાયો તેમાંથી ૩૮૫ એનઓસી વગરના ધમધમતા મળતા ૧૦૨ને સીલ મારીને ૨૯૮ને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સમય મર્યાદાની નોટિસ આપી છે. કલેક્ટર એસ કે લાંગાએ જણાવ્યું કે માત્ર ફાયર સેફ્‌ટીની વ્યવસ્થા જ નહીં પરંતુ ગેરકાયદે બાંધકામ, હેતુફેર વપરાશ સહિત તમામ મુદ્દા એક સાથે ચકાસવામાં આવી રહ્યાં છે. તપાસ ટુકડીઓના લીડરને સ્પષ્ટ તાકીદ કરાઇ છે કે કોઇ કિસ્સામાં તપાસ અધુરી ના રહે અને કોઇને કોઇપણ પ્રકારે છુટ આપવામાં આવશે નહીં. પાટનગરમાં ૮ હોસ્ટેલ ખાલી કરી દેવાના આદેશ અપાયા છે. ત્યારે ૧ હજાર જેટલા યુવાનો કે જેઓ ખાનગી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. તેમના માટે રહેણાંકની નવી સમસ્યા ઉભી થવાની છે. રવિવારે કરવામાં આવેલી તપાસમાં ૧૦ ટ્યુશન ક્લાસ બંધ હાલતમાં જોવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓ દ્વારા આ બંધ ક્લાસીસની બહાર નોટિસ ચિપકાવી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા તમામ પ્રકારની ઇમારતોની તપાસ કરાઇ રહી છે. તેમાં પાટનગરમાં ૨૬ હોસ્પિટલ પર તપાસ કરાઇ તેમાંથી ૧૯ હોસ્પિટલ પાસે એનઓસી ન હતુ. તમામને ૭ દિવસની મુદ્દત અપાઇ છે.

ગાંધીનગર ગ્રામ્યની હોટલ, મોલ, શાળા, હોસ્પિટલ, કોમ્પ્લેક્ષ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ ફાયર સેફ્‌ટીના સાધનો અંગે ચકાસણી થતાં તાલુકાના ૭ પૈકી બે બિલ્ડિંગ પાસે ફાયર ર્દ્ગંઝ્ર ન હોવાથી બંને બિલ્ડિંગ માલિકોને નોટીસ આપી દિન-૭માં ફાયર સેફ્‌ટીનું પ્રમાણપત્ર મેળવેવા આદેશ કર્યા છે.

 

Previous articleરામનું કામ કરવાનું છે અને આ કામ થઇને રહેશેઃ મોહન ભાગવત
Next articleરાફેલ આવતા જ પાકિસ્તાનની સરખામણીએ ભારતની તાકાત વધી જશેઃ બી.એસ.ધનોઆ