કારમી હાર બાદ કોંગ્રેસમાં રાજીનામાઓનો દોર જારી

705

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર થયા બાદ કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડવાનો દોર જારી રહ્યો છે. સૌથી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી હતી અને રાજ્યના પ્રદેશ પ્રભારી દ્વારા પણ રાજીનામાની ઓફર કરવામાં આવી છે. સ્થિતિ એ છે કે, આસામથી લઇને પંજાબ અને મધ્યપ્રદેશથી લઇને રાજસ્થાન સુધીના દિગ્ગજ નેતા હોદ્દા ઉપરથી રાજીનામુ આપવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. આ દિગ્ગજો કોંગ્રેસ પ્રમુખને રાજીનામા મોકલી ચુક્યા છે. બીજી બાજુ રાહુલ ગાંધીને લઇને પણ અટકળો ચાલી રહી છે. રાહુલ ગાંધીના રાજીનામાની ઓફર બાદ કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી પરંતુ કેટલાક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી હજુ પણ પોતાના રાજીનામાના મુદ્દા પર મક્કમ બનેલા છે. અહેવાલ એવા પણ આવી રહ્યા છે કે, રાહુલે કોંગ્રેસના બે વરિષ્ટ નેતાઓને મળીને પોતાના રિપ્લેશમેન્ટને શોધી કાઢવા માટે પણ કહી દેવામાં આવ્યું છે.

હજુ સુધી ૧૩ મોટા નેતાઓના રાજીનામાની ઓફર થઇ ચુકી છે. કોંગ્રેસ અધ્યક્ષના રસ્તા ઉપર ચાલીને આ મોટા નેતાઓએ રાજીનામાની ઓફર કરી છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના પ્રભારી અશોક ચવાણે પણ લોકસભાની ચૂંટણીના આગલા દિવસે જ રાજીનામુ આપવાની વાત કરી હતી. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સુનિલ જાખર, ઝારખંડ કોંગ્રેસના વડા અજયકુમાર અને આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરા રાજીનામાની ઓફર કરી ચુક્યા છે. આ લોકોએ કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામુ આપી ચુક્યા છે. જાખડને ગુરદાસપુર પેટાચૂંટણીમાં જીત મળી હતી પરંતુ આ વખતે તેઓ સની દેઓલ સામે હારી ગયા છે. આ પહેલા રાજ બબ્બર અને કલમનાથે પણ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાની ઓફર કરી દીધી છે. ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર અને આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરાએ પણ નિરાશાજનક દેખાવ બાદ પોતાના રાજીનામા કોંગ્રેસ પ્રમુખને મોકલી દીધા છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમા ંપણ પાર્ટીના જુદા જુદા હોદ્દા ઉપરથી કોંગ્રેસ નેતાઓએ નિરાશાજનક દેખાવના કારણે તેમના રાજીનામા મોકલી દીધા છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસ વડા રાજ બબ્બર, ઓરિસ્સા કોંગ્રસના અધ્યક્ષ નિરંજન પટનાયક, મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા અશોક ચવાણ રાજીનામાની ઓફર કરી ચુક્યા છે.

કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ ઉભી થઇ ગઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ રકાહુલ ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી છે. પાર્ટીના નેતા કેસી વેણુગોપાલ અને અહેમદ પટેલ સાથે વાત કરી હતી. રાહુલ ટૂંકમાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ વાતચીત કરશે. વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ આ રાજ્યોમાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. રાહુલે સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી સાથે પણ વાતચીત કરી છે. કોંગ્રેસમાં આવનાર દિવસોમાં મોટાપાયે સંગઠનાત્મક ફેરફાર અને પાર્ટીના નેતૃત્વને લઇને મોટા પરિવર્તન થઇ શકે છે.

Previous articleહવે વ્યાજદરમાં વધુ ઘટાડો કરાય તેવી પ્રબળ સંભાવના
Next articleઅલ્પેશ ભાજપમાં જોડાય શકે છે : નીતિન સાથે બેઠક