ફિલ્મ ‘પદ્માવત’ને લઈ રાજ્ય વ્યાપી વિરોધ યથાવત્‌,૮૦૦થી વધુ બસના પૈડા થંભ્યા

766
guj2312018-8.jpg

ફિલ્મ પદ્માવતને લઈને રાજ્ય વ્યાપી વિરોધ યથાવત રહ્યો છે. મહેસાણા, ભાવનગર, બનાસકાંઠા, વિસનગર, વડનગર, બેચરાજી, કલોલ, પાટણ, રાજકોટ, સોનગઢ, થરાદ સહિતના વિસ્તારોમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ઠેર ઠેર બંધ પાળીને લોકોએ વિરોધ દર્શાવ્યો તો કેટલાંક ઠેકાણે તોડફોડ પણ કરવામાં આવી. રાજ્યભરમાં ૮૦૦ એસટી બસના પૈડાં થંભી ગયા. તો અનેક હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યા. ભાવનગર-રાજકોટ હાઈવે પર કરણીસેના અને ચક્કાજામ કરી ફિલ્મને પ્રદર્શિત કરવા સામે રોષ પ્રગટ કર્યો. કરણી સેના ઉપરાંત મહાકાલ સેનાએ પણ વિરોધમાં ઝંપલાવ્યું હતું. 
દરમિયાન મહેસાણા વિભાગનાં ૧૧ ડેપોના જી્‌ બસ રૂટ આજે પણ બંધ રહ્યાં હતા. મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, ઉંઝા ડેપોનાં રૂટ બંધ કરાયા છે. પાટણ, હારીજ, ચાણસ્મા, બેચરાજી, કડી, કલોલ ડેપોનાં રૂટ બંધ કરાયા છે. પદ્માવતનાં વિરોધને જોતા તકેદારીનાં ભાગરૂપે નિર્ણય લેવાયો છે.
ફિલ્મ પદ્માવતને લઈ રાજ્ય વ્યાપી વિરોધ યથાવત્‌ રીતે જોવા મળ્યો હતો. વિરોધનાં પગલે હજૂપણ જી્‌ બસ સેવા બાધિત બની હતી. વિદ્યાર્થીઓ અને મૂસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. બે દિવસમાં ૪ બસ સળગાવી,૧૪ બસમાં તોડફોડ કરવામાં આવી હતી.
ભાવનગર-રાજકોટ હાઈવે પર કરણીસેનાએ ચક્કાજામ કર્યો છે. સોનગઢનાં જીથરી નજીક ટાયર સળગાવી ચક્કાજામ કર્યો છે. ચક્કાજામનાં પગલે મુસાફરો-વાહનો અટવાયા છે.
ફિલ્મ પદ્માવતનાં વિરોધમાં વિરપુર સજ્જડ બંધ રહ્યું હતું. સ્થાનિકોએ ફિલ્મનાં વિરોધમાં સ્વંય-ભૂ બંધ પાળ્યો હતો. રોજગાર-ધંધામાં બંધ પાળી રોષ વ્યક્ત કર્યો હતો. ફિલ્મ પદ્માવત રિલીઝ ન થાય તેવી માગ કરી હતી.
બનાસકાંઠામાં ૧૦૦ જેટલા જી્‌ બસ રૂટ બંધ કરાયા છે. વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેતડામાં ટાયર સળગાવી હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે. થરાદ – ડીસા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. કરણીસેના, મહાકાલ સેનાએ વિરોધ કર્યો હતો. જેને પરિણામે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી.
દરમિયાન ફિલ્મ પદ્માવતનાં વિરોધ મામલે થિયેટર માલિકે બેનર લગાવી પોતાનાં થિયેટરમાં ફિલ્મ પદ્માવત નહિ દર્શાવાય તેમ જાહેર કર્યું હતું. વિરમગામનાં એચ વર્લ્ડ થિયેટર બહાર  બેનર લગાવાયા હતા.

ઈતિહાસ સાથે ચેડા કરીને બનાવાયેલી ફિલ્મ સ્વિકારી શકાય નહિ : શક્તિસિંહ ગોહિલ
શક્તિસિંહ ગોહિલે ફિલ્મ ‘પદ્માવત’ વિશે કહ્યું હતું કે, “ઈતિહાસને વિકૃત કરીને જ્યારે ફિલ્મ બનાવવામાં આવે તે ન ચલાવી લેવાય તેનું અપાયેલું સર્ટિફિકેટ પાછું ખેંચી લેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સેન્સર બોર્ડના વડા પ્રસુન જોશી એ એક સમયે મોદીના એડ કેમ્પેઈનર હતા. તેઓ મોદીના માણસ છે. શક્તિસિંહે વધુંમાં કહ્યું હતું કે, તમે એક વાત સમજો કે ભાજપે આ ફિલ્મ વિકૃત રીતે બનાવાયી હોવાનું સ્વાકાર્યું છે. તેમણે ભાજપ શાસિત રાજ્યોમાં તેના પર ‘બેન’ મૂકી દીધું છે. તો ભાજપે આવા ‘બેન’ના નાટક કરવાની જરૂર નથી. તેમણે સેન્સર બોર્ડના વડાએ ફિલ્મને આપેલું સર્ટિફિકેટ પાછું ખેંચી લેવું જોઈએ.

સુરતમાં ૧૬ થિયેટરોમાં પદ્માવત નહી જ બતાવાય
સુરતમાં કુલ ૨૪ થિયેટરોમાંથી ૧૬ થિયેટરોમાં ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય લેવાયો છે. જયારે આઠ થિયેટરોમાં પદ્માવત રજૂ કરવા અંગેની વિચારણા ચાલી રહી છે. પદ્માવત ફિલ્મના વિવાદ અને વિરોધ વચ્ચે આજે સુરત જિલ્લા કલેકટર, સુરત શહેર પોલીસ કમિશનર અને થિયેટર સંચાલકો વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં લોકોના જાન-માલની સુરક્ષા, થિયેટરોનું રક્ષણ સહિતના સઘળા પાસાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. થિયેટર સંચાલકોએ તમામ પાસાઓ ધ્યાનમાં લીધા બાદ સુરતના કુલ ૨૪ થિયેટરો પૈકીના ૧૬ થિયેટરોમાં પદ્માવત નહી બતાવવાનો નિર્ણય લેવાયો છે, જયારે આઠ થિયેટરમાં આ ફિલ્મના રિલીઝ કરવી કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. બીજીબાજુ, કરણી સેનાના નેતાઓ અને આગેવાનો દ્વારા પણ આવતીકાલે સુરત પોલીસ કમિશનર અને કલેકટર સાથે આ મુદ્દે મહત્વની બેઠક યોજી તેમને ફિલ્મની રિલીઝ પડતી મૂકવા અનુરોધ કરાય તેવી શકયતા છે. 

અમદાવાદના ૧૦ થિયેટરમાં પોલીસ પ્રોટેક્શન સાથે ફિલ્મ પદ્માવત રિલિઝ થશે
જીઇઁની ૧૦ પ્લેટૂન અને ૧૦ ઁજીૈંની તૈનાતી વચ્ચે આ ફિલ્મ અમદાવાદના ૧૦ થિએટર્સમાં રીલિઝ કરવામાં આવશે. થિએટરોની સુરક્ષા માટે વધારાની ફોર્સ ફાળવવામાં આવી છે. સંજય લીલા ભણશાલી દિગ્દર્શિત અને દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર સ્ટારર આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની છે. અમદાવાદના આ ૧૦ થિએટર્સમાં ‘પદ્માવત’ પોલીસ પ્રોટેક્શન સાથે રીલિઝ થશે. રાજહંસ સિનેમા,પીવીઆર,સિટી ગોલ્ડ,એક્રોપોલીસ સિનેમા,ડ્રાઇવ ઈન સિનેમા,હિમાલયા મોલ,આલ્ફા ૧ સિનેપોલીસ,કે સેરા સેરા,મુક્તા સિનેમા,સિનેમેક્સ.

Previous articleપરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યો
Next articleમંત્રી ગણપત વસાવાએ સરકારી ભરતી મામલે આપ્યા તપાસના આદેશ