વન્સ મોર મોદી – કારણ કે મોદી ઈઝ મોર ડિફરન્ટ

681

મોદીસુગ કે મોદી અસ્પૃશ્ય બૌદ્ધિકોએ પણ સ્વીકારવું રહ્યું કે મોદી ઈઝ અનબીટેડ બીકોઝ તેનામામાં કંઈક અલગ જ છે. એક લેખમાં મારી દહેશત હતી કે ક્યાંક મતદાતાઓ મૂળ સાયલન્ટ દેખાઈ રહ્યો છે પરંતુ એટલું જરૂર કહેવાય કે જો તે મોદી ઈફેક્ટેડ હશે તો તે ૨૦૧૪ના આંકડાઓને ઓવર કરી જશે. મારી કથની બરાબર હતી એવી શેખી નથી મારવી.પણ મોદીમા એવું કઈક છે કે જે સાંપ્રત સમયના બીજા અન્ય રાજનેતાઓ પાસે નથી.

મોદીની જીત પછી બે ત્રણ બાબતોને અન્ડરલાઇન કરીને પ્રદૅશિત કરવી છે. મોદી મનોજગતમાં ચૂંટણી રાજ્ય વ્યવસ્થાપન,વહીવટની બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે.તે માને છે કે ચૂંટણી જીતવી એક બાબત છે.સત્તાનું સુચારુ સંચાલન, વ્યવસ્થાપન એ બીજી બાબત છે. તેના પ્રથમ પ્રવચનમાં તેમણે મુસ્લિમો માટે અથવા એમ કહો કે જે લોકો તેની સાથે નથી તેનો વિશ્વાસ અર્જિત કરવા કહ્યું. તેઓ જાણે છે કે રાજનીતિમાં બહુ સ્થિતિસ્થાપકતા હોય છે, જે આજે નથી તે આવતીકાલે હોય પણ ખરું.આજે છે તે ના પણ હોય. તેથી સૌ માટે મન, હૃદય ખુલ્લું રાખો. તેઓ ગુજરાતમાં ટકી રહ્યા તે માટેની એક કેમેસ્ટ્રી હંમેશાં મદદ કરવા ટેકો આપતી રહી.’ સૌનો સાથ સૌનો વિશ્વાસ’ દ્વેષ કે બદલા ને કોઈ જગ્યા નથી. તેથી જે લોકો મોદી સાથે નથી તેને કોઈ ભય રાખવાની જરૂર નથી. લઘુમતીઓને ભરોસો આપ્યો કે મારા મનમાં તમારા માટે પણ નાની સરખી અને કોઈ લકીર નથી. જેથી સમગ્ર દેશમાં સોહાર્દપુર્ણે વાતાવરણ નિર્માણ થઈ શક, બની રહે. ભાજપના કાર્યકર્તાઓને પરોક્ષ સંદેશો આપ્યો કે તમારે પણ જે વાત ચૂંટણી સુધી જ હતી તેને ત્યાં જ મૂકી દઈ નવા પરિમાણો માટે કટિબદ્ધ થવાનું છે. આ નાનકડા સંદેશા એ ટીવી ડિબેટ શરૂ કરી,લઘુમતીઓના વિવિધ વિધાનો આવવા લાગ્યા, પત્રકારો,સમીક્ષકો,વિવેચકોએ અખબારોમાં એડિટોરિયલ માટે લખ્યું. માટે એમ કહેવાય કે ઇલેક્શન ઈઝ ઓન્લી ટ્રીક.

વડાપ્રધાન પાસે વિવિધ વિષયોના સલાહકારો હોય જ.પરંતુ મોદીએ પોતાની ’થીમ ’ને વધુ મહત્વનું આપ્યુ છે. તેમના પ્રવચનમાં તથાકથિતી કે ગતાનુગતિક વાતને ક્યાંય સ્પેસ નથી.પોતાના સ્વતંત્ર વિચારો,વર્તન પણ. વડાપ્રધાનપદ સ્વીકારતાં પહેલાં પોતાના માતૃત્વ ને યાદ કરે તે કેવું લાગે ?આજે જ્યારે નવી પેઢી પર પાચ્શ્રાત્ય વૈચારિક આક્રમણ છે. તેને રુકજાવનો સંદેશો પણ એમ કરીને આપ્યો. તે તેના પરિવારના દુઃખદ પ્રસંગને ટેલિફોનિક બેસણાં થી આટોપે. પણ આવી મંગલ ઘડીએ મા-બાપને ભૂલી શકાય નહીં .આપદ્‌ ઘડીને અવસરમાં પલટાવવી આવડત માંગી લે છે. તેમાં આપ ઓછાં માર્ક્સ મેળવતા નથી. સુરતની ઘટના અને વિજય ઉત્સવ અમદાવાદના ખાનપુર કાર્યાલય આવીને તેણે કર્તવ્ય અને કરુણાની તૂલનાથી સંતુલિત કરીને સોશિયલ મીડિયાની તમામ કોમેન્ટને કોર્ડન કરી દીધી. સાદગી,શબ્દકરુણાથી સુરતના અગ્નિકાંડને તે શ્રદ્ધાંજલિ પણ અર્પી દે તે છે મોદી.

સ્વસ્થતા,તટસ્થતા, સમરસતાનો સ્વભાવ તેની કેરિયરમાં આગળ ચાલતો રહ્યો છે. માટે તે સફળતા સુધી સડસડાટ પહોંચી જાય છે.

Previous articleઅગ્નિકાંડ : બિલ્ડીંગ દસ્તાવેજમાં ચોથો માળ ન દર્શાવ્યાનો ઘટસ્ફોટ
Next articleઆવું કાં થાય? એવું કાં થાય? એના જેવું પણ થાય