રાજુલામાં પીવાના પાણીના સાસા ત્યારે નગરપાલિકાની અન આવડતથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ગટરોના પાણી ભળી જઈ રોડ લોકો ફરી વળતા લોકો ત્રાહીમામ થયા છે. રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર પાણી ફરી વળે છે. અને રાહદારીઓ ભારે હાલાકી પડી રહી છે ત્યારે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. હાલમાં પાણીનો કાળો કકળાટ છે. ત્યારે રાજુલામાં જયારે જયારે પાણી છોડાય છે ત્યારે પાણીના લીકેજ અને બગાડ થતા આ પાણી ગટર અને ઉભા રોડ પર ચડે છે. અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે નગરપાલિકાની અન આવડતથી આ સ્થિતિનું નિર્માણ થયું છે તેમ છતાં કોઈ પગલાં ભરાતા નથી હાલ નેતાઓ ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખના ચોકઠાં ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે. અને પ્રજા બેહાલ બની છેે તેવું ચર્ચાઈ રહ્યું છે.