મહુવા તાલુકાના મોટી જાગધાર મુકામે એક પરીણીતાને તેમના પતિએ રાત્રએ મારમારીને ઘરેથી કાઢી મુકેલ હતી અને પરીણીતાના આઠ માસની બાળકીને સાસરીયા પક્ષે લઇ લીધેલ હતી. જેથી પરીણીતાને ઘરેથી બહાર રાત્રી દરમ્યાન કાઢી મુકેલ હોવાથી પરીણીતા પીયર પહોંચેલ ત્યારબાદ બાળકીને લેવા માટે ૧૮૧માં કોલ કરેલ અને મદદ માંગેલ ૧૮૧માં કોલ આવતાની સાથે જ સિહોર ૧૮૧ની ટીમ કાઉન્સરેલર સરવૈયા વૈશાલી, કોન્સ્ટેબલ જાગૃતિબેન ગઢવી અને પાયલોટ પ્રકાશભાઇ ડાભી તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયેલ. પરિણીતાના સાસરીયા પક્ષને ૧૮૧ની ટીમ દ્વારા સમજાવેલ અને આઠ માસનું નાનું બાળક તેની માતાને અપાવેલ હતું. માતાને તેનું બાળક મળી જતા હાશકારો થયેલ.