સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરે ભવ્ય આમ્રોત્સવ ઉજવાયો

689

બોટાદ જીલ્લાના વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તથા પુજારી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા દરેક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તો દરેક તહેવારોની ઉજવણીના સાક્ષી બનતા હોય છે. ત્યારે આજે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય આમ્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આમ્રોત્સવ નિમિત્તે મંદીરના વહીવટ કરતા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુજારી ધર્મકિશોરદાસજી સ્વામી દ્વારા હનુમાનજી દાદાને કેરીઓનો શણગાર કરી કેરીઓ ધરાવી ભવ્ય આમ્રોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આમ્રોત્સવ પ્રસંગે બપોરના ૧૧ ક્લાકે ભવ્ય આમ્રોત્સવ વિષેશ આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ આમ્રોત્સવ શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Previous articleરાજકોટમાં પી.એમ. મોદીના ફોટો અને ચિત્રોનું પ્રદર્શન
Next articleગઢડામાં જ્ઞાનજીવન સ્વામીની શ્રી હરિચરિત્ર કથાની પુર્ણાહુતી