ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. શુક્લાની સૂચના મુજબ ડી’સ્ટાફના એચ.બી.સોઢાતર, પી.એમ.ધાંધલિયા પો.કોન્સ. પ્રકાશ ભાઈ ગોહેલ, હિરેનભાઈ મકવાણા પો.સ્ટે.વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક કાળા કલરના મો.સા. ઉપર બે ઇસમ કરચલિયા પરા તરફ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરીને નીકળનાર છે જે આધારે પોપટનગર પાસે વોચ ગોઠવી દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળુ મો.સા. નિકળતા તેને રોકવા જતા બન્ને ઇસમ ભાગવા લાગતા બંને પકડી પાડી પંચો રૂબરૂ નામઠામ પુછતા શૈલેષભાઇ ખોડીદાસ ભાઈ રાઠોડ ઉવ .૩૦ , મિલેશભાઈ નરેશભાઈ રાઠોડ વાળા હોવાનુ જણાવતા તેની પાસે રહેલ ગાડી ના આગળ ના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલ પેક બોટલ નંગ-૨૪ જે એક બોટલની કિંમત રૂ.૩૦૦/- લેખે ગણી કુલ કિંમત રૂ.૭૨,૦૦/- તથા એક હીરો સ્પ્લેન્ડર મો.સા. ની કિંમત રૂ.૪૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૭,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.