હવે પ્રભાસ પિરિયડ રોમાન્સ ફિલ્મ પુજા હેગડેની સાથે કરશે

789

એસએસ રાજામૌલીની બે બાહુબળી ફિલ્મ સાથે સમગ્ર દુનિયામાં લોકપ્રિયતા મેળવી ચુકેલા બાહુબલી ફેઇમ પ્રભાસે હવે પુજા હેગડે સાથે ફિલ્મ કરવા તૈયારી કરી છે. આ ફિલ્મનુ શુટિંગ યુરોપમાં કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેની સાથે પુજા હેગડે નજરે પડનાર છે. પુજા અને પ્રભાસ યુરોપમાં શુટિંગ કરનાર છે. આના માટેની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. હિન્દી-તેલુગુ પિરિયડ રોમાન્સ ફિલ્મ કરનાર છે. આ ફિલ્મનુ નામ હજુ  જાહેર કરવામાં આવ્યુ નથી. જો કે ફિલ્મના અન્ય કલાકારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ ફિલ્મ આગળ વધશે. એવા હેવાલ મળી રહ્યા છે કે ફિલ્મનુ જુન મહિનામાં યુરોપમાં શુટિંગ કરવામાં આવનાર છે. ફિલ્મ સાથે તેલુગુ નિર્માતા રાધા કૃષ્ણ કુમાર બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. તમામ લોકો જાણે છે કે પુજાએ વર્ષ ૨૦૧૨માં તમિળ ફિલ્મમાં એન્ટ્રી કરી હતી. હૈદરાબાદમાં તે હાલમાં બે તેલુગુ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આશુતોષ ગૌવારીકરની ફિલ્મ મોહેનજો દારો ફિલ્મ સાથે પુજાએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જો કે આ ફિલ્મ અપેક્ષા કરતા ઓછી સફળ રહી હતી. ફિલ્મમાં તેની સાથે રિતિક રોશને ભૂમિકા અદા કરી હતી. પુજા હેગડે ફરી એકવાર મોટી ફિલ્મ સાથે એન્ટ્રી કરી રહી છે. પ્રભાસ જેવા સુપરસ્ટાર સાથે ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. જુનના અંત સુધીમાં પુજા ફિલ્મના શુટિંગને શરૂ કરશે. આવી જ રીતે પ્રભાસ પણ સાતમી જુનના દિવસે શુટિંગમાં સામેલ થશે. યુરોપમાં સૌથી પહેલા ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. તેની હિન્દી તેલુગુ ફિલ્મ સાહોનુ શુટિંગ પૂર્ણ કર્યા બાદ પ્રભાસ આ ફિલ્મના શુટિંગને શરૂ કરશે. સાહોમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપુર મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. આ ફિલ્મ પણ હિટ સાબિત થઇ શકે છે.   ફિલ્મને લઇને પુજા હેગડે ભારે આશાવાદી બની છે.

Previous articleસિહોરનાં લીલાપીર વિસ્તારમાં રમજાન માસમાં જ પાણી માટે વલખાં મારતા લોકો
Next articleકલા-પ્રેમી નિશા જામવાલ બની મશહૂર રીતુ ઢીલ્લોનના સોલો શોની પ્રસ્તુતિ!