પેરિસના રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ટોપ ખેલાડી સ્પેનના રાફેલ નડાલે આગેકુચ શરૂ કરી દીધી છે.
નાડેલે પ્રથમ રાઉન્ડની અડચણને દુર કરીને બીજા રાઉન્ડમાં કુચ કરી છે. ૧૧ વખત ફ્રેન્ચ ઓપન જીતી ચુકેલો નડાફ ૧૨મી વખત સિંગલ્સ ટ્રોફી જીતી જવા માટે આશાવાદી બનેલો છે. પ્રથમ રાઉન્ડની મેચમાં નડાલે યાનિક હાફમેન પર સીધા સેટમાં ૬-૨, ૬-૧ અને ૬-૩થી હાર આપી હતી. જ્યારે મહિલા વર્ગમાં મોટો અપસેટ સર્જાયો હતો. પૂર્વ ઓસ્ટ્રેલનય ઓપન ચેમ્પિયન અને પૂર્વ પ્રથમ ક્રમાંકિત ખેલાડી વોજનિયાકીની હાર થઇ છે. તેની વેરોનિકાની સામે ૬-૦, ૩-૬ અને ૩-૬થી હાર થઇ છે. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં હેલેપ વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૪૨૬૬૧૦૦૦ રાખવામાં આવી છે. જે વર્ષ ૨૦૧૮ની ઇનામી રકમ કરતા આઠ ટકા વધારે ઇનામી રકમ છે. આ ચેમ્પિયનશીપ નવમી જૂન સુધી ચાલશે. ફ્રેન્ચ ઓપનની આ ૧૨૩મી એડિશન છે. વર્ષ ૨૦૧૯ની બીજી ગ્રાન્ડ સ્લેમ સ્પધા છે. મેઇન સિગલ્સના ડ્રોમાં હજુ પુરૂષો માટે ૧૬ ક્વાલિફાયર્સ અને મહિલા વર્ગમાં ૧૨ ક્વાલિફાયર્સ રાખવામાં આવ્યા છે.
નડાલ ક્લે કોર્ટ કિંગ તરીકે છે. જેથી સૌથી વધારે આશા તેની પાસેથી જ રાખવામાં આવી રહી છે. નડાલ શરૂઆતના બે રાઉન્ડમાં ક્વાલિફાયર ખેલાડી સામે રમનાર છે. ત્રીજા રાઉન્ડમાં તેની સામે ડેવિડ ગોફિન છે. કરોડો ટેનિસ ચાહકોને હવે ૯મી જૂન સુધી ભારે રોમાંચની સ્થિતિ જોવા મળશે. ફ્રેન્ચ ઓપનની આ ૧૨૩મી એડિશન હોવાથી રોમાંચકતા વધારે છે. ઈનામી રકમની વાત કરવામાં આવે તો આંકડો ૪૨૬૬૧૦૦૦ યુરોનો છે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમાતી સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા છે અને વર્ષની બીજી ગ્રાન્ડસ્લેમ તરીકે તેને ગણવામાં આવે છે. ફ્રેન્ચ ઓપનમાં દર વર્ષે સિંગલ્સ, ડબલ્સ, મિક્સ ડબલ્સ, જુનિયર, વ્હીલચેર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ક્લે કોર્ટ પર રમાતી આ સ્પર્ધાનું ખાસ મહત્વ રહેલું છે.