કોર્પોરેટર નાઝાભાઈએ પોતાના પગારની રકમ સરકારી શાળામાં શિક્ષણ માટે દાન આપી

869
gandhi2512018-1.jpg

શિક્ષણ આજે મોંઘુદાટ થઇ જતાં આજનું ભણતર પણ એટલું જ અઘરું થઇ ગયું છે. મધ્યમવર્ગથી લઈને તમામ લોકો આજે મોંઘાદાટ ભણતરને કારણે પોતાનાં દીકરા – દીકરીઓને ભણાવી શકતા નથીપણ ઘણાં એવા દાનવીરો ગુજરાતમાં પેદા થયા જે ગરીબોથી લઈને સરકારી શાળામાં પોતે અભ્યાસ કરેલો હોવાથી પોતે ભણતર અને ગણતરની શું કિંમત છે તે જાણે છે ત્યારે ગુજરાતનું કહેવાતું એવું પાટનગર ગાંધીનગર જ્યાં સમગ્ર ગુજરાતથી લોકો પોતાની માંગણીઓ લઈને આવતા હોય છે ત્યારે પાટનગરમાં જ જ્યાંથી હુકમો, ઠરાવો પસાર થતા હોય છે છતાં ઘણાં પ્રશ્નો ઠેરનાં ઠેર છે. ગાંધીનગરમાં બે ટર્મથી મહાનગરપાલિકા રચાઈ છે ત્યારે રાજકીય પક્ષોના સંખ્યાબળ બાબતે ૩૨ કાઉન્સિલરો છે ત્યારે તમામ કાઉન્સિલરોને મનપા તરફથી પગાર ભથ્થાં પણ મળે છે.
ગાંધીનગર મનપા અસ્તિત્વ માં આવ્યા બાદ આજ દિન સુધી બીજી ટર્મ ચાલી રહી હોવા છતાં કોઈ કાઉન્સિલર પગાર, ભથ્થાંનો પૈસો પ્રજા કે શૈક્ષણીક કામકાજમાં વાપરતો હોય તેવું ગાંધીનગર તો ઠીક પણ ગુજરાતમાં જોવા નથી મળ્યું.
ગાંધીનગરના ભાજપનાં આ નગરસેવક હરહંમેશ આપવાનું અને દેવાનું હોય તો હંમેશા આંગળી ઉંચીને હું પહેલો. ભાજપનાં આ નગરસેવક પોતે વોર્ડ ૬ માં ચૂંટાઈને આવેલા છે ત્યારે મનપાના બજેટ કરતાં પોતાનાં ઘરના પૈસા વાપરીને પહેલાં પ્રજાનું કામ કરી રહ્યાં છે. 
મનપા દ્વારા તેમનાં ખાતામાં પગાર જમા થયાની જાણ થતા જ પોતે સરકારી શાળામાં ભણતાં બાળકો માટે કોમ્પ્યુટરથી લઈને ચોપડા, નોટબુક, પાઠ્‌યપુસ્તક માં વાપરી નાખે છે. દરવર્ષે તેમને ૩ થી ૫ લાખની ગ્રાન્ટ મળતી હોય તેનાં કરતાં ડબલ રૂપિયા તેઓ જનતાના કામો માટે પોતાનાં ખિસ્સાંમાંથી ખર્ચી નાખે છે. ગુજરાત રાજ્યમાં અનેક નગરપાલિકાઓમાંથી અનેક ચૂંટાયેલ સભ્યો છે પણ પ્રજાનાં પરસેવાનો અને ટેક્સ મારફતે આપેલ પૈસો પ્રજા સુધી પહોંચે ઉપરાંત ગરીબો પણ સારું શિક્ષણ મેળવે તે ઉદ્દેશ આ કાઉન્સિલર નાઝા ઘાગટનો છે.
રોડ રસ્તા પર કોઈ અકસ્માત થયો હોય તો ૧૦૮ આવે એ પહેલાં પોતે ૧૦૮ એવા પવનપુત્ર બનીને સિવિલ પહોંચાડી દે, ભણતર તો છે પણ નાજા ભાઈમાં ગણતર એવું છે કે તડકા તથા સૂર્યના કિરણથી ઘડિયાળમાં કેટલા વાગ્યાં તે કહી દે. 
રામ દીઠો રે મીઠો રોટલો કોઈને ખવડાવીને ખાય. તેમ આ કાઉન્સિલર નાઝા ભાઈ પોતે શિક્ષણ પર વધારે ભાર મુકીને તમામ સરકારી શાળા ડીજીટલ કોમ્પ્યુટરલાઈઝેશન બનાવીને તમામને ભણતર અને ગણતર મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. સરકારી શાળામાં દાન કરવાનું હોય અને સમાચાર મળે કે અહી જરૂરીયાત છે એટલે નાઝાભાઈ દોડી જાય છે.

Previous articleગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બે દિવસીય ક્રિપ્ટોકરન્સી એક્સ્પોનો પ્રારંભ
Next articleગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે કરાશે