દેવાને ઘટાડવા IPL લાવવા એરટેલ આફ્રિકા સંપૂર્ણ તૈયાર

583

ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલનું કહેવું છે કે, એરટેલ આફ્રિકા દ્વારા હવે દેવાના આંકડાને ઘટાડી દેવા માટે આઈપીઓ લાવવામાં આવનાર છે. લંડન સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગને લઇને તમામની નજર હવે કેન્દ્રિત થઇ ગઇ છે. ભારતી એરટેલે બીએસઈમાં આપેલી માહિતીમાં કહ્યું છે કે, આ સંદર્ભમાં કારોબારીઓ વધારે આશાસ્પદ દેખાઈ રહ્યા છે. અમે એવી માહિતી આપીને ખુશી અનુભવ કરી રહ્યા છીએ કે, એરટેલ આફ્રિકા જે કંપનીની ગૌણ કંપની છે તેના દ્વારા આઈપીઓ લાવવાની જાહેરાત કરવામાં આવી છે. લંડન સ્ટોક એક્સચેંજમાં તેના ઇક્વિટી શેરના લિસ્ટિંગને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. ભારતી એરટેલનું એમ પણ કહેવું છે કે, આફ્રિકામાં ૧૪ દેશોમાં આ કંપની ટેલિકોમ સર્વિસની ઓફર કરે છે. દેવાને ઘટાડવા માટે નવા શેરના ઇશ્યુથી આગળ વધવામાં આવશે અને જરૂરી નાણાં ઉભા કરવામાં આવશે. આ સંદર્ભમાં સૂચિત યોજના અંગે વાત કરતા એરટેલ આફ્રિકાના ચેરમેન સુનિલ ભારતી મિત્તલનું કહેવું છે કે, કંપની તેની પોતાનીરીતે મૂડી માર્કેટ પ્રોફાઇલ વિકસિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને મજબૂત સ્થિતિમાં છે.

Previous articleસેંસેક્સ અને નિફ્ટી બંને સામાન્ય ઉછાળા સાથે રેકોર્ડ ઉંચી સપાટીએ
Next articleસ્પીડ બ્રેકરો જીવલેણ દુર્ઘટના સર્જે છે : હેવાલમાં દાવો થયો