સહકારી અગ્રણી નટુભાઇ પીતાંબર પાસેથી રૂ.૬.૩૦ કરોડ વસૂલવા આદેશ

877

મહેસાણા સહકારી અગ્રણી નટુભાઇ પીતાંબર પટેલ સામે સહકારી માળખાની વસુલાત મામલે ૬.૩૦ કરોડ વસૂલવાનો રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. મગ ખરીદી અને મકાન ખરીદી બાબતમાં ગેરરીતિ મુદ્દે રાજ્ય સરકારે આ રકમ વસૂલવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકાર ના સહકાર વિભાગ દ્વારા કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે. રકમ વસૂલવા માટે નોટિસ ફટકારવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે જોકે, વસૂલવા મામલે કોઇ નોટિસ ન મળી હોવાનું નટુભાઇ પીતાંબરનુ કહેવું છે.

મહેસાણાના સહકારી માળખાના અગ્રણી અને ગુજકોમાસોલ પૂર્વ ચેરમેન નટુભાઇ પીતાંબરને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મને સરકાર તરફથી આવી કોઇ નોટિસ મળી નથી. મને નોટિસ મળશે ત્યારે ખબર પડશે કે સેના માટે નોટિસ છે અને કેમ નોટિસ છે. નોટિસ મળે પછી જ વધું કંઇ કહી શકાય.

મકાનની ખરીદી અંગે નટુભાઇએ જણાવ્યું હતું કે, મકાન ખરીદતા પહેલા બોર્ડ મિટિંગ અને જનરલ સભામાં જેતે સમયે કાયદેસરનો ઠરાવ કર્યા પછી જ મકાનની ખરીદી થઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ લોકોને મને ભાજપમાં લઇ જવો છે પણ હું જતો નથી એટલે મને હેરાન કરવાનું કામ કરી રહ્યા છે. અત્યારે સુધી જેટલી પણ નોટિસો મળી છે એે દરેક સામે હું કોર્ટમાં ગયો છું.આ પહેલા પણ મને અનેક નોટિસો ફટકારમાં આવી છે અને હું કોર્ટમાં ગયો છું. આ લોકો માને ખોટો પુરવાર કરી શક્યા નથી. નોટિસ મળશે તો તેની સામે પણ કોર્ટમાં જવાનું નટુભાઇએ જણાવ્યું હતું

Previous articleદેશનો સર્વ પ્રથમ ડાયનાસૌર અને ફોસીલ પાર્ક બાલાસિનોર ખાતે કાર્યરત થશે
Next articleકલોલ શહેરમાં વધુ ૪૨ જેટલા એકમોને ફાયર સેફટી મુદ્દે નોટિસ