ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાએ જે આક્ષેપો કર્યા છે. તે તદ્દન પાયા વિહોણા અને દ્વેષભાવ પ્રેરીત છે કોગ્રેંસે ૧૯૬૦-૯૦ સુધી નર્મદા યોજનાનું કામ ખુબ જ મંદ ગતિએ કર્યુ હતુ નર્મદા બંધ પર દરવાજા બેસાડવાની મંજુરી માટેની ફાઇલ તત્કાલીન યુ.પી.એ. સરકારે વર્ષો સુધી દબાવી રાખી હતી અને બંધના દરવાજા બેસાડવાની પરવાનગી નહોતી આપી. કોગ્રેંસના રાષ્ટ્રીય નેતાઓ દિગવિજયસિંહ અને જયોતિરાદિત્ય સિંધીયા વગેરેએ નર્મદા વિરોધી નિવેદનો કરે છે તેમજ કોગ્રેંસના તત્કાલીન મંત્રી સૈફુદીન સોઝએ પણ નર્મદાનું કામ અટકાવ્યુ હતુ તે સુરેશભાઇ મહેતાને દેખાતુ નથી કોગ્રેંસને સહેજ પણ દોષિત ગણતા નથી અને ભાજપા સરકારે નર્મદા યોજના માટે નિષ્ઠા પૂર્વક અને ખંત થી કામ કર્યુ છે તેના ઉપર ખોટા દુષ્પ્રેરિત આક્ષેપો કરી રહયા છે તે સત્યથી વેગળા છે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું.
નર્મદા યોજનાના સરદાર સરોવર પ્રોજેકટનો ભારતીય જનતા પાર્ટીની સરકારે કયારે રાજકીય ઉપયોગ કર્યો નથી. રાજયના લાખો ખેડૂતો અને કરોડો નાગરિકોના હિત માટે પ્રતિ વર્ષ ભૂતકાળની સરકારોએ કયારેય ન ફાળવ્યુ હોય તેનાથી બમણુ બજેટ ફાળવીને આ યોજનાના કામો આજે પૂર્ણ કરાઇ રહયા છે. જેના લાભો રાજયના કરોડો નાગરિકોને મળી રહયા છે. નર્મદા યોજનાની નહેર માળખાની લંબાઇમાં કોઇ મનસ્વી ઘટાડો રાજય સરકારે કર્યો નથી. મૂળ આયોજન ૭૪,૬૨૬ કિ.મી. હતુ અને આજે વિગતવાર સર્વે અને તાંત્રિક આલેખન મુજબ ૭૧,૭૪૮ કિ.મી. પૈકી ૪૯,૪૦૦ કિ.મી. નહેરોના કામો રાજય સરકારે પૂર્ણ કર્યા છે.
૧૯૯૫-૯૬ માં તત્કાલીન મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાએ આ યોજના માટે જે બજેટ ફાળવ્યુ હતુ તેની સામે ભાજપા સરકારોએ સત્તાના સુત્રો સંભાળ્યા ત્યારથી ત્રણ ગણુ બજેટ પ્રતિવર્ષ ફાળવ્યુ છે અને વાર્ષિક ખર્ચ તે વખતના સમય કરતા ૧૦ ગણો કર્યો છે. ઉપરાંત ખેડૂતોને પણ સિંચાઇની સુવિધાઓ પુરી પાડવા માટે ભૂર્ગભ પાઇપ લાઇનનો નવતર અભિગમ અપનાવીને ૧૮,૫૦૦ કિ.મી.ના પાઇપલાઇનના કામો પૂર્ણ કર્યા છે અને ૭.૫૦ લાખ હેકટર કમાન્ડ વિસ્તારમાં વધારો કર્યો છે. આજે વાર્ષિક ૧૪ લાખ હેકટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇના લાભો પુરા પાડવામાં આવી રહયા છે.
નાણાંકીય વર્ષ ૧૯૯૫-૯૬ દરમ્યાન યોજનાના કુલ ૧૫૦૦ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવેલ હતી તેની સામે ખરેખર કુલ રૂ.૭૭૭.૨૭ કરોડ નો ખર્ચ થયેલ હતો. જયારે વર્ષ ૨૦૧૬-૧૭ માં નર્મદા યોજના માટે કુલ રૂ.૪૮૫૪ કરોડ બજેટની જોગવાઈઓ હતી અને રૂ.૭૧૦૮ કરોડ ખર્ચ કરાયો છે.
રાજયમાં સરદાર સરોવર યોજનાના મુખ્ય નહેરના ૪૫૮.૩૨ કી.મી., શાખા નહેર ૩૮ માંથી ૩૭, કુલ ૨૭૩૧ કિ.મી. પૈકી ૨૫૭૯ કિ.મી. માં ૯૪% કામગીરી પૂર્ણ કરાઇ છે. બાકી રહેલ કચ્છ શાખા નહેરમાં કુલ ૩૫૭ કિ.મી. પૈકી ૨૯૫ કિ.મી. લંબાઈમાં ૮૨% માં કામગીરી પૂર્ણ કરાઇ છે. ઉપરાંત કુલ ૪૫૬૯ કી.મી.ની વિશાખાઓ પૈકી ૪૧૨૫ કી.મી. લંબાઈમાં ૯૦% કામગીરી, કુલ ૧૫,૬૭૦ કી.મી. ની માઈનોર પૈકી ૧૨,૩૯૧ કી.મી. લંબાઈમાં ૭૯% કામગીરી, મળી કુલ ૪૮,૩૨૦ કી.મી. ની સબ-માઈનોર પૈકી ૨૯,૭૪૩ કી.મી. લંબાઈમાં ૬૨% કામગીરી પૂર્ણ કરાઇ છે. છેલ્લા બે વર્ષ માં ભૂગર્ભ પાઈપ લાઈનથી સબ માઈનોર યુ.જી.પી.એલ.ના કામો ૧૫૫૦૦ કી.મી લંબાઈ માં તથા ચાલુ વર્ષમાં માત્ર ચાર માસમાં ૩૦૫૩ કિ.મી.ની લંબાઈના સબ માઈનોર યુ.જી.પી.એલ.ના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. કુલ ૧૮,૫૦૦ કિ.મી. લંબાઈના યુ.જી.પી.એલ.ના કામો પૂર્ણ કરી ૭.૫ લાખ હેકટર કરતાં વધુ વિસ્તારમાં કમાન્ડ એરીયા ડેવલપ થયેલ છે. જે સમગ્ર દેશમાં એક વિક્રમ છે.
જળ વર્ષ ૨૦૧૬-૧૭ માં ૫.૯૪ લાખ હેક્ટરમાં નોંધણી થયેલ છે. વાસ્તવમાં નર્મદાના પાણીથી થતી સિંચાઈ અંગે સેટેલાઈટ ઈમેજની મદદથી મ્ૈંજીછય્ દ્રારા કરાયેલ અભ્યાસમાં જાન્યુઆરી-૨૦૧૭ માં નર્મદા પિયત વિસ્તારમાં ૮.૮૮ લાખ હેકટરમાં સિંચાઈ થયેલ છે. સમગ્ર વર્ષ દરમ્યાન નર્મદા ના પાણીથી ૧૪ લાખ હેકટરમાં સિંચાઈ થવાનો અંદાજ છે.
વર્ષ ૨૦૦૧ થી નર્મદાના પાણી તબક્કાવાર મળતાં થતાં રાજયના કૃષિ ઉત્પાદન તથા દૂધ ઉત્પાદનમાં નોંધ પાત્ર વધારો થયો છે. અને ખેડૂતો રોકડીયા પાક લેતાં થયાં છે અને તેમનું જીવન ધોરણ સુધર્યું છે. નર્મદા જળ વિવાદ પંચ દ્રારા ગુજરાત રાજયને ફાળવવામાં આવેલ ૯ એમ.એ.એફ. પાણીના જથ્થા પૈકી ૦.૨ એમ.એ.એફ. ઔધોગિક હેતુસર ફાળવવામાં આવેલ છે. ફાળવવામાં આવેલ ઔધોગિક હેતુસરના જથ્થાની સામે છેલ્લા દશ વર્ષમાં ૦.૦૫ એમ.એ.એફ. પ્રતિ વર્ષ જથ્થાનો વપરાશ થયેલ છે. આમ ઉદ્યોગો માટે ફાળવવામાં આવેલ પાણી કરતાં વપરાશ આજ સુધી કયારેય વધ્યો નથી.
છેલ્લાં ત્રણ વર્ષમાં નહેર માળખાના બાંધકામ પાછળ વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ.૪૦૬૭ કરોડ, વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂ.૪૭૫૯ કરોડ અને ચાલુ વર્ષ ૨૦૧૭-૧૮ (ઓગસ્ટ સુધી)માં રૂ.૧૪૦૫ કરોડનો ખર્ચ થયેલ છે. જેના પરિણામે નર્મદા યોજનાના પાણીથી અંદાજીત ૧૪ લાખ હેકટર પિયત વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહેલ છે. તેમજ ૮૨૧૬ ગામો, ૧૩૬ શહેરો / નગરો ને પીવાના પાણીનો લાભ મળી રહેલ છે. વર્ષ ૨૦૧૪-૧૫ ના ભાવાંક મુજબ કુલ રૂ.૫૪,૭૭૩ કરોડના અંદાજોની ભારત સરકાર દ્રારા યોજનાની મંજુરી મળેલ છે. હવે બાકી રહેલ કામગીરીને ધ્યાને લેતાં આ રકમમાં નહિવત વધારો થવાની શક્યતા છે.