ઝારખંડમાં CRPF ટુકડી પર નક્સલી હુમલો :  ૧૧ જવાન ઘાયલ

464

ઝારખંડના સરાયકેલાના ખરસાવાં વિસ્તારમાં મંગળવાર સવારે લગભગ ૪.૫૩ વાગ્યે નક્સલીઓએ માઇન ઉડાવીને ૧૧ જવાનોને જવાનોને ઘાયલ કરી દીધા. ઘાયલોમાં ૮ કોબરા બટાલિયનના અને ત્રણ ઝારખંડ પોલીસના જવાન સામેલ છે. તેમાંથી પાંચની હાલથ નાજુક હોવાનું કહેવાય છે. તમામ ઘાયલ જવાનોને હેલિકોપ્ટરથી રાંચી લાવવામાં આવ્યા છે અને મેડિકોમાં દાખલ કરવામાં આવ્યા છે.

સરાયકેલા એસપી ચંદન કુમાર સિન્હાએ કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન માઇન વિસ્ફોટ કરવામાં આવ્યો. જેમાં ૧૧ જવાન ઘાયલ થયા છે. એવી શક્યતા છે કે કેટલાક નક્સીઓેને પણ ગોળી વાગી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ડીજીપી ડીકે પાંડેયને કહ્યું કે લોકસભા ચૂંટણી દરમિયાન નક્સલીઓએ અનેક સ્થળે જમીનની અંદર આઈઈડી લગાવી રાખ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોમાં જવાનો દ્વારા આ જ આઈઈડીને હટાવવામાં આવી રહ્યા હતા. આ ક્રમમાં આ ઘટના બની. જવાનોને સીધા ટાર્ગેટ નથી કરવામાં આવ્યા.

મળતી જાણકારી મુજબ, ખરસાવાં પોલીસ સ્ટેશન હદના સુંદર પહાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું. જવાન પગપાળા તલાશી લઈ રહ્યા હતા. આ દરમિયાન આઈઇડી બ્લાસ્ટ થયો, જેમાં ૧૧ જવાન ઘાયલ થઈ ગયા. એવી સૂચના છે કે બ્લાસ્ટ બાદ નક્સલીઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતુ.

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ૩૦ એપ્રિલે થયેલા નક્સલી હુમલામાં પોલીસે ૧૫ જવાન શહીદ થઈ ગયા હતા. હુમલામાં બસ ડ્રાઈવરનું પણ મોત નિપજ્યું હતું. આ પહેલાં આ વિસ્તારમાં જ નક્સલીઓએ રોડ નિર્માણના કાર્યમાં સામેલ ૩૦ જેટલાં વાહનો સળગાવી દીધા હતા.

Previous articleઉત્તરપ્રદેશમાં લઠ્ઠાકાંડ : એક જ પરિવારના ચાર સહિત ૧૨ના મોત
Next articleભાજપના ૪ ધારાસભ્યના શપથ : સંખ્યાબળ ૧૦૫ થયું