તળાજા ના બોરડા નજીક આવેલા ખારડી ગામે વાડી વિસ્તારમાં દિપડાએ દેખા દીધા એવા સમાચાર ફોરેસ્ટ ઓફિસર આર એફ ઓ મુકેશભાઈ કે. વાઘેલા ને જાણ થતા તેમની ટીમ પ્રવીણાબેન વાઘેલા ભાઈ, સરવૈયા ભાઈ સહીત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને રેકસયુ કરીને માંદા દિપડી ઉ. વ ૫ થી ૭ ને ઝડપી પાંજરામાં પુરીને પાલીતાણા પ્રાથમિક સારવાર અર્થ લઈ જવામાં આવેલ ૬ વધુ મા તળાજા ના ફોરેસ્ટ ઓફિસર મુકેશભાઈ કે વાઘેલા ના જણાવ્યા મુજબ કોઈ પણ જંગલી પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટ વિભાગ નો સંપર્ક કરવો જંગલી પ્રાણી ને છંછેડવુ નહી અને ફોરેસ્ટ વિભાગ ની ટીમ ગણત્રી ની મીનીટોમા ઘટના સ્થળે દોડી આવશે સાથે ફોરેસ્ટ વિભાગ ની મહિલા અધિકારી ની પણ કાબેલીદાદ કામગીરી રહેલ જંગલી પ્રાણી ને ઝડપી પાડવા દરેક પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે.