તળાજાના પાવઠી ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

825

મહુવા  ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષકની સુચના મુજબ તળાજા પોલીસ સ્ટેશનનાપોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન  હેઠળ   ડી’સ્ટાફના  એસ.વી.બોરીચા, ભાવેશભાઇ બારૈયા, કપિલભાઇ, તેજપાલસિહ, દિગ્વિજયસિહ પો.સ્ટે.વિસ્તારમા  પ્રોહી /જુગાર અંગે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન  બાતમી મળેલ કે પાવઠી ગામ ખોડીયાર નગર તળાવ પાસે  બે ઇસમ   વિદેશી દારૂ રાખી વેચાણ કરે છેે. જે હકિકતવાળી જગ્યા એ પ્રોહી રેઇડ કરતા મજકુર અતુલભાઇ જયંતિભાઇ બારૈયા રહે.તળાજા ગોપનાથ રોડ વાળો હાજર મળી આવેલ   સદરહુ જગ્યાએ ઓરડી ની અંદર શેટી નીચે પેટી નંગ-૬ તથા સીમેન્ટની થેલી -૨ મળી આવેલ જેમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની સીલપેક બોટલ નંગ -૯૬   જેની કુલ કિ.રૂ. ૪૮૦૦૦/- નો મુદામાલ રાખી આરોપી અતુલભાઇ જયંતિભાઇ બારૈયા પકડાઇ જઇ  તેમજ બાલો વીનુભાઇ વાઘેલા રહે.પાવઠી તા.તળાજા વાળો હાજર નહી મળી આવી મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ .ઇ,૮૧, ૧૧૬(બી),   મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleવેજોદરી ગામે વાડી વિસ્તારમાં સિંહે ભેસના બચ્ચાનું મારણ કર્યુ
Next articleફાયર સેફ્ટી સંદર્ભે શાળા, ટ્યુશન સંચાલકો સાથે તંત્રની મળેલી બેઠક