રાજુલામાં ન.પા. પ્રમુખ દ્વારા ગંદકીની સફાઈ કરાવાતા લોકોમાં હાશકારો

561

રાજુલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ભરતભાઈ સાવલીયાએ આઝાદી પછી સૌપ્રથમવાર ગૌશાળા સામેનો માથુ ફાડી નાખે તેવો ગંદકીના ડુંગર જીસીબી દ્વારા હટાવતા પ્લાસ્ટિક ખાઈ ખાઈને ગાયો ના થતા મૌત અટકશે શહેરના વિકાસના કામોનો પ્રારંભ થતા જનતામાં હાશકારો થવા પામેલ છે.

રાજુલા આગરીયા જકાતનાકા પાસે આવેલ ગૌશ ાળા સામે શહેરની તમામ ગંદકી આઝાદી કાળથી ભેગા થઈ મોટા ડુંગર બની ગયેલ હોય અને તેમા ગાયમાતાઓ આ પ્લાસ્ટીક કચરો ખાઈ ખાઈને મોતને ભેટતી હોય ત્યારે હાલના ધારાસભ્ય અંબરીષભાઈ ડેરના માર્ગદર્શનથી સૌપ્રથમ નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ સાવલીયાએ જેસીબીથી માથુ ફાડી નાખે તેવી ગંદકીના ડુંગરને હટાવવાનું શરૂ કરતા શહેરની બદનામ ઓળખ કેમ કે રાજુલામાં કોઈ એન્ટ્રી કર્યા પહેલા ખબ પડી જાય કે રાજુલા આવી ગયું કારણ એટલી બદબુ મારતી હોય છે તે બદબુના ડુંગરને સંપુર્ણ હટાવી ત્યા ચોખ્ખુ મેદાન નગરપાલિકાએ ખુલ્લુ કરાવ્યું છે. આ બાબતે રાજુલા શહેરી જનઓે પ્રમુખની શહેરના વિકાસલક્ષી પ્રશંસનીય કામ ગરીબીને વખાણી હતી.

Previous articleતળાજાના ખારડી ગામના વાડી વિસ્તારમાંથી દિપડી ઝડપાઈ
Next articleવેજોદરી ગામે વાડી વિસ્તારમાં સિંહે ભેસના બચ્ચાનું મારણ કર્યુ