ફાયર સેફ્ટી સંદર્ભે શાળા, ટ્યુશન સંચાલકો સાથે તંત્રની મળેલી બેઠક

978

તાજેતરમાં સુરત ખાતે બનેવી દુઃખદ ઘટના સંદર્ભમાં સરકાર દ્વારા સેફ્ટી સલામતી અને વિદ્યાર્થી સલામતીને અગ્રક્રમની પ્રાયોરીટી આપી, વિવિધ પ્રકારના તપાસના આદેશો અપાયેલ અને ખાસ કરીને સલામતી વગર ચાલતા કોચિંગ ક્લાસ, સ્કૂલ, હોટેલો, સિનેમા ગૃહો, આ તમામ પર સીલ મારી અને કડક પગલાં લેવાની કાર્યવાહી કરવાના સરકાર દ્વારા આદેશો અપાયા હતા. જેના પગલે ભાવનગર મહાપાલિકાના પદાધિકારીઓ અને કમિશ્નર, મેયરે સ્કૂલ સંચાલકો અને ટ્યુશન સંચાલકો સાથે મહત્વની એક બેઠક ઝવેરચંદ મેઘાણી મીની ઓડીટોરીયમ ખાતે યોજેલી જેમાં ૨૫૦ કરતાં વધુ સ્કૂલ સંચાલકો અને ક્લાસીસ સંચાલકોએ હાજરી આપેલ અને વિદ્યાર્થી સલામતીને પ્રાયોરીટી આપવાની બાબત પર સંચાલકો સાથે વિચાર વિમર્શ કરેલો અને સંચાલકોના પ્રશ્નોને સાંભળેલ, ટ્યુશન ક્લાસીસની અંદર કેવા કેવા સલામતીના પગલાં હોવા જોઇએ. બિલ્ડીંગની અંદર સલામતીની કેવી કેવી બાબતો હોવી જોઇએ ? આ તમામ બાબતોનું ફાયર સેફ્ટી ઓફિસર ચેતનભાઇ વ્યાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. ઉપરાંત બિલ્ડીંગ પ્લાનિંગમાં કઇ કઇ બાબતોની કાળજી રાખવી જોઇએ તે બાબતે રાઠોડે માર્ગદર્શન આપેલું અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કલેકટર ગાંધીએ સરળ શૈલીમાં સંચાલકોને માર્ગદર્શન આપેલું અને તેમના દરેક પ્રશ્નોના સરળતાથી જવાબો રજુ કરેલ અને પોતાના એક હકારાત્મક વલણનો પરિચય આપેલ ફરી સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ સ્તરે ગંભીરતા ઉભી થાય તેવું સૂચન કરેલું. આ સમગ્ર મીટીંગનું આયોજન મેયર ચેરમેન ડેપ્યુટી કલેકટર દ્વારા કરવામાં આવેલ. શાળા સંચાલકો અને ટ્યુશન સંચાલકોની મુશ્કેલીઓ અને પ્રશ્નો છે તેનું સમાધાન આપેલ આ ઉપરાંત ત્રણ દિવસની અંદર ફાયરની વ્યવસ્થા ઉભી કરવામાં થોડી મુદતમાં વધારો કરી આપ્યો છે. આ ઉપરાંત અત્યારે એડમિશનનો સમયગાળો હોય ત્યારે ઓફિસોમાં સીલ ખોલી અને એડમિશનની કાર્યવાહી કરવા માટેની છૂટ આપી એક હાકાત્મક વલણ પુરુ પાડેલ છે. જ્યાં સુધી સલામતીની પૂરતી વ્યવસ્થા અને ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. ન મળે ત્યાં સુધી ક્લાસીસ બંધ રાખવા પ્રવેશ કાર્ય અને ઓફિસનું કાર્ય શરૂ રાખી શકાશે તે બાબત કમિશ્નર દ્વારા ફાયર સેફ્ટી અધિકારીઓને સૂચના આપવામાં આવેલ. આ માટે સેલ્ફ સ્કૂલ ફેડરેશનના પ્રેસિડેન્ટ મનહરભાઇ રાઠોડ, એકેડેમિક એસોસિએશન પ્રાઇવેટ ક્લાસીસના પ્રમુખ દિપકભાઇ ખાટસુરિયા અને એકેડેમિક એસોસિએશનના કુલદીપભાઇ પંડ્યાએ સમગ્ર મીટીંગનું આયોજન માટે જહેમત ઉઠાવેલ.

Previous articleતળાજાના પાવઠી ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
Next articleઓનલાઈન સીસ્ટમથી પોતાની અરજીનું સ્ટેટસ અરજદાર જોઈ શકે છે – સંગોડે