તમામ વિવાદ છતાં સેક્સી કેટી પેરી સૌથી લોકપ્રિય છે

734

પોપ સ્ટાર કેટી પેરીની લોકપ્રિયતા સોશિયલ મિડિયા પર અભૂતપૂર્વ રીતે વધી રહી છે. તેના  ફોલોઅર્સની સંખ્યા રોકેટગતિથી વધી રહી છે. તે જુદા જુદા પુરૂષોની સાથે સંબંધના કારણે પણ જાણીતી રહી છે. ફોલોઅર્સની સંખ્યા ૧૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. આની સાથે જ સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર હસ્તી બની ગઈ છે. ૧૦૦ મિલિયન ફોલોઅર્સ ધરાવનાર તે પ્રથમ ગાયિકા બની છે. કેટી પેરીના નવા આલ્બમ વિટનેસથી સંબંધિત સત્તાવાર ટિ્‌વટર પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, નવા ઇતિહાસ સર્જાઈ રહી છે. કેટી પેરીને ચારેબાજુથી શુભેચ્છા મળી રહી છે. ચાહકો તરફતી પણ શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટી પેરીએ પોતે પણ પ્રતિક્રિયા આપી છે. તમામ લોકો જાણે છે કે, ગાયિકાની સાથે સાથે વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવતી કેટી પેરી વર્ષ ૨૦૦૯માં  ટિ્‌વટર સાથે જોડાઈ ગઈ હતી ત્યારથી સતત સક્રિય રહી છે. વર્ષ ૨૦૧૨માં તેના ફોલોઅર્સની સંખ્યા ૫ કરોડ હતી જે વધીને હવે ૧૦ કરોડ ઉપર પહોંચી ગઈ છે. હોલીવુડમાં તમામ ટોપક્લાસ અભિનેતા અને અભિનેત્રીઓ હોવા છતાં કેટી પેરી સૌથી આગળ રહી છે. ૧૦ કરોડ ફોલોઅર્સનો આંકડો ખુબ મોટો છે. ટિ્‌વટર પર હોલીવુડની અન્ય હસ્તીઓ પણ સતત સક્રિય રહી છે પરંતુ આ આંકડો કેટી પેરીએ પાર કરીને પોતાની લોકપ્રિયતાની સાબિતી આપી છે. અન્ય ગાયિકાઓ ખુબ મોટી સેલિબ્રીટીઓ હોવા છતાં  પેરી તેમનાથી આગળ રહી છે.

Previous articleવિજેતાને કુલ ૪૦૦૦૦૦૦ ડોલરની જંગી રકમ અપાશે
Next article૯૪% NRI ઈચ્છતા હતા કે મોદી ફરી વડાપ્રધાન બનેઃ સર્વે