વર્લ્ડ કપ ૨૦૧૯ની આવતીકાલે શાનદાર રીતે શરૂઆત થઇ રહી છે. માત્ર યજમાન ઇંગ્લેન્ડ અને ભારતમાં જ નહી બલ્કે વિશ્વમાં હવે ક્રિકેટ ફિવર છે. તમામ ટીમો પોત પોતાની તમામ તાકાત લગાવી દેવા તૈયાર થઇ ચુકી છે.
વિશ્વના એક અબજ કરતા પણ વધુ ચાહકો વર્લ્ડ કપની મેચો નિહાળનાર છે. ૨૦૦થી વધારે દેશોમાં રહેતા ક્રિકેટ ચાહકો ઉત્સુકતાપૂર્વક વર્લ્ડ કપની રહ જોઇ રહ્યા છે. આ વખતે યજમાન દેશ ઇંગ્લેન્ડ છે. તેને વર્લ્ડ કપના કારણે કરોડો ડોલરનો આર્થિક ફાયદો થઇ શકે છે. વર્ષ ૨૦૧૫માં યોજાયેલા વર્લ્ડ કપમાં ૧.૨૦ મિલિયન કરતા પણ વધારે ટિકિટો વેચાઇ હતી. આ વખતે તેના કરતા વધારે ટિકિટો વેચાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.
આ વખતે કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ જોવા મળી શકે છે. તમામ દેશોના ક્રિકેટ ચાહકો ભારે રોમાંચિત દેખાઇ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં તેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. હવે જુલાઇ સુધી જોરદાર માહોલ ક્રિકેટને લઇને જોવા મળી શકે છે. અભ્યાસ મેચો પણ રમાઇ ચુકી છે.