સામાન્ય માણસોને રાહત આપવા માટે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈના નવા નિયમ પ્રમાણે હવે RTGS (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) દ્વારા પૈસા મોકલવાનો સમય દોઢ કલાક વધારીને સાંજે ૬ વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે. નવો નિયમ ૧ જૂનથી લાગુ કરવામાં આવશે. હાલ આરટીજીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનો સમય સાંજે ૪.૩૦ સુધીનો હતો. ઇ્ય્જી વ્યવસ્થા અંર્તગત ફંડ ટ્રાન્સફરનું કામ તુરંત થઈ જાય છે. આરટીજીએસનો ઉપયોગ મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે થાય છે. તેમાં ઓછામાં ઓછી રકમ રૂ. ૨ લાખ હોય છે અને મહત્તમ રકમની સીમા નક્કી કરવામાં આવી નથી. મોટી રકમના ટ્રાન્ઝેક્શન માટે આરટીજીએસને સૌથી સ્પીડી માધ્યમ માનવામાં આવે છે. એપ્રિલમાં બેન્કો અને ગ્રાહકોએ મળીને કુલ ૧.૧૪ કરોડ રૂપિયાનું આરટીજીએસ દ્વારા ટ્રાન્ઝેક્શન કર્યું હતું આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે આરટીજીએસ દ્વારા ગ્રાહકની લેણદેણનો સમય સાંજે ૪.૩૦થી વધારીને ૬ વાગ્યા સુધીનો કરી દીધો છે. આરટીજીસીની આ સુવિધા ૧ જૂનથી મળશે.