થરાદના ખાનપુર ખાતે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનનું ફિટિંગ કરતા બે યુવકો ભેખડ ઘસી પડતાં દટાઈ ગયા હતા.
બંનેનાના મૃતદેહોને બે કલાકની જહેમત બાદ બહાર કઢાયા હતા. માલસણ બ્રાન્ચ કેનાલમાંથી નાગલા અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનનું કામ ચાલતું હતું ત્યારે દૂર્ઘટના બની હતી.
સુઈગામના કાણોઠી ગામના બે યુવાન મોતને ભેટ્યાઃ માલસણ બ્રાન્ચ કેનાલથી પાઈપ લાઈનમાં ફિટિંગની કામગીરી ચાલતી હતી. ત્યારે ભેખડ ઘસી પડી હતી. જેમાં કાણોઠી ગામનો રમેશ જોષી અને રમેશ કાણોઠીયા માટી નીચે દબાઈ ગયા હતા. બંનેના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.