સવર્ણ અનામતને કારણે ગુજરાતને પ્રોફેશનલ કોર્ષમાં ૧૦% બેઠકોનો ફાયદો, ચાલુ વર્ષથી અમલ

679

આર્થિક રીતે નબળા બિનઅનામત વર્ગને અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો આ વખતે ગુજરાતમાં થનારી પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ વખત અમલ થશે.આ કાયદાના અમલ માટે સુપર ન્યુમેરી બેઠકથી કરવાનો છે.

આથી ગુજરાતની કોલેજમાં હાલમાં જેટલી બેઠકો છે તેના કરતા ૧૦ ટકા બેઠક વધશે. આથી ગુજરાતને મેડિકલ-ઇજનેરી, આર્કિટેકટ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ૧૦ ટકા બેઠક વધારે મળશે. આથી વિદ્યાર્થીઓને મનપસંદ કોલેજ અને મનપસંદ બ્રાચમાં પ્રવેશ મેળવવાની વધશે.

સવર્ણ અનામત તરીકે ઓળખાતી ૧૦ ટકા અનામતનો પ્રોફેશનલ અભ્યાસક્રમ સહિત તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષથી પહેલી વખત અમલ થશે. પરિણામે ગુજરાતમાં તમામ અભ્યાસક્રમમાં ૧૦ ટકા બેઠકો વધી જશે. જો કે, મેડિકલ, નર્સિંગ, આર્કિટેકટ જેવા અભ્યાસક્રમ સિવાય મોટાભાગના અભ્યાસક્રમમાં બેઠકો ખાલી રહે છે. પણ, જે અભ્યાસક્રમમાં બેઠક ખાલી રહે છે તેવા અભ્યાસક્રમમાં પણ ૧૦ ટકા અનામતથી બેઠકો વધતા વિદ્યાર્થીઓને મનપસંદ કોલેજ અને બ્રાંચમાં પ્રવેશ મેળવવાનો અવકકાશ વધી જશે. જો કે, આ કાયદાનો અમલ કઇ રીતે કરવો અને તેની અસર શું થશે તે બાબતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે છેલ્લા બે દિવસથી બેઠક થઇ રહીં છે.

સુપર ન્યુમેરી બેઠક એટલે જેટલી બેઠક મંજૂર થઇ તે બેઠક સિવાયની બેઠક. દાખલા તરીકે કોઇ કોલેજની ૧૦૦ બેઠક મંજૂર થઇ હોય તો સુપર ન્યુમરીથી અનામતનો અમલ કરવાનો છે. આથી ૧૦ ટકા અનામત પ્રમાણે ૧૦ બેઠક વધી જતા ૧૧૦ બેઠક કોલેજની થાય છે. ટૂંકમાં કોલેજની મંજૂર બેઠક ઉપરાંતની બેઠક એટલે સુપર ન્યુમરી બેઠક.

Previous articleમંદિરમાં અચાનક ભૂવો પડતા પૂજારી ૧૫ ફૂટ નીચે ખાબક્યા
Next articleવામૈયા ગામમાં અનુ. જાતિના લોકોનો બહિષ્કાર, ખુદ કલેક્ટર અને SP સુલેહ કરવા દોડી ગયા