અમેરિકાના વોશિંગ્ટનના ૧૫ જેટલા વિદ્યાર્થી યુવકો સાવરકુંડલાના વીરડીમાં કેસર કેરીના રિસર્ચ માટે આવી પહોંચ્યા છે.
એક મહિલાથી ફોરેનના વિદ્યાર્થીઓ વીરડીમાં કેસરની રિસર્ચ કરી રહ્યા છે. કેસર કેરીનું નામ સાંભળતા જ લોકોના મોેમાં પાણી આવી જાય છે. સમગ્ર વિશ્વમાં કેરીમાં કેસર કેરીનું ખાસ મહત્વ છે. કેરીની આવક જાવક વિશ્વમાં જોવા મળે છે. બહારના દેશના લોકોને પણ હવે લાગ્યો છે કેસર કેરીનો ચસ્કો જેથી અમેરિકાના ૧૫ વિદ્યાર્થીઓ હાલ એક મહિનાથી સાવરકુંડલા તાલુકાના નાનકડા ગામ વીરડીમાં કેસર કેરીની મોજ માણી તેની પર રિસર્ચ કરી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં કેસર કેરીનું ઉત્પાદન અમરેલી અને જુનાગઢમાં સૌથી વધારે થાય છે. લોકોને કેરીઓમાં કેસર કેરીનો ચસ્કો લાગ્યો છે. સાવરકુંડલા પાસેના વીરડી ગામે સવાણી ફાર્મ છે જે કેસર કેરીનો બગીચો ે. અહીંથી વિદેશમાં પણ કેરીઓ એક્સપોર્ટ થાય છે. ત્યારે સવાણી ફાર્મ ખાતે યુએસના પેનસોનિવિયા સ્ટેટમાં ફુડ વોશિંગ્ટન ગામ છે. જ્યાં જર્મન ટાઉન એકેડેમી કરીને એક સ્કુલ આવેલી ચે. આ સ્કુલના ૧૫ જેટલા સ્ટુડન્ટ અહીં ઇન્ડીયન કલ્ચર અને ખાસ કરીને કેસર કેરી વિશે જાણવા માટે અને કેસની રિસર્ચ અહીં આવ્યા છે. કેરીઓ તો અનેક જાતની વખણાય છે. તે જાણવા અને કેસર કેરીનો પાક કઇ રીતે લેવાય છે તે જાણવા અહીં અમેરિકાથી એક ગ્રુપમાં આવી પહોંચ્યું છે. અને છેલ્લા એક મહિનાથી અહીં ડેરો ડાલી આ ગરમીમાં કેસરક પર રિસર્ચ કરી રહ્યાં છે.
હવે કેસર કરીનો ચસ્કો ગોરા લોકોને પણ લાગ્યો છે. કેસર કેરીનો અભ્યાસ કરવા અને અહીંના ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન કઇ રીતે કરે છે તે જાણવા યુએસએમાંથી ૧૫ જેટલા સ્ટુડન્ટ સાવરકુંડલા તાલુકાના વીરડી ગામે આવી પહોંચ્યા છે. અહીં આવતા જ કેસર કરી જોઇને આ સ્ટુડન્ટ ખુશ થઇ ગયા હતા. કેસર કેરીના ફાર્મના નિરંજનભાઇ સવાણી, દિલુભાઇ ખુમાણ, મધુભાઇ સવાણી, ભાસ્કરભાઇ સવાણી સહિતના લોકો હાલ આ અમેરિકાથી પધારેલા વિદ્યાર્થીઓની આગતા સ્વાગતા કરી અતિથિ દેવો ભવઃ નું સુત્ર સાર્થક કરી રહ્યા છે.