બાબરા ના ચરખા નજીક કંડલા થી આવી રહેલું ટેન્કર અકસ્માતે પુલ નીચે પલ્ટી મારી જતા લાખો ની નુકશાની સાથો સાથ અનેક લોકો હાથલાગ્યું વાસણ માં તેલ ની મોટી માત્ર ની ઉઠાંતરી કરી જવા સહિત નો બનાવ બન્યો હતો જો કે બનાવ બાદ ઓઈલમિલ માલિક ના સગાવ્હાલા આવી જતા તેલ ની ઉઠાંતરી કરી રહેલા લોકો ને રોકવા માં આવ્યા હતા
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર આજે વહેલી સવારે બાબરા ચરખા વચ્ચે ના રાજકોટ રોડ ઉપર કંડલા તરફ થી તેલ ભરી આવી રહેલું ટેન્કર અન્ય વાહન ની ઓવરટેક કરતી વખતે ચાલક કે કાબુ ગુમાવતા ટેન્કર રોડ નીચે પલ્ટી મારતા ટેન્કર ના ત્રણે ખાના ના ઢાકણ ખુલા પડી જવાથી રોડ નજીક તેલ નો મોટો જથ્થો વહેવા લાગ્યો હતો બનાવ અંગે વાત વાયુ વેગે ફ્રરી વળતા અનેક લોકો હાથ લાગ્યું વાસણ માં તેલ ભરી જવા લાગ્યા હતા
સ્થાનિકો ના જણાવ્યા મુજબ આ તેલ ભરેલું ટેન્કર ભાવનગર ખાતે આવેલ ઓઇલ મિલમાં જતું હતું ત્યારે બાબરા નજીક બનાવ બન્યો હતો અકસ્માત માં વાહન ચાલક ને નાના મોટી ઇજા થવા પામી હતી અને બનાવ બાદ ઓઈલ મિલ માલિકે બચેલું તેલ ટીન ડબા માં મજૂરો પાસે ભરાવી ભાવનગર તરફ અન્ય વાહનમાં રવાના કર્યું હતું બનાવ અંગે બાબરા પોલીસ માં કોઈ નુકસાન કે અકસ્માત અને નોધ થવા પામી નથી.